Watch : ક્રિશ 3નું ટ્રેલર હિટ, 3 દિવસમાં 48 લાખ હિટ્સ

મુંબઈ, 9 ઑગસ્ટ : હૃતિક રોશનની આવનાર ફિલ્મ ક્રિશ 3નો ઇંતેજાર એટલીહદે થઈ રહ્યો છે કે લોકો તેના ટ્રેલર ઉપર તુટી પડ્યાં છે. ટ્રેલર લૉન્ચ થયે ત્રણ જ દિવસ થયાં અને આ ત્રણજ દિવસમાં 48 લાખથીવધુ લોકોએ ટ્રેલર જોઈ નાંખ્યું છે. તેથી ઇંટરનેટ પર સૌથી વધુ જોવાનારા ટ્રેલરોમાં ક્રિશ 3નો સમાવેશ થઈ ગયો છે. ટ્રેલર હિટ થતાં ફિલ્મની આખી ટીમ ઉત્સાહિત છે.

krrish-3-hritik

એક્શન તથા ગ્રાફિક્સની કમાલ ધરાવતી આ ફિલ્મ દીવાળીએ 4થી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે કે જેમાં હૃતિક રોશન તથા પ્રિયંકા ચોપરા લીડ રોલમાં છે, તો બીજી બાજુ લાંબા સમયથી હિટ ફિલ્મ માટે તલસતાં વિવેક ઓબેરૉય ખલનાયકના રોલમાં દેખાનાર છે. ફિલ્મમાં કંગના રાણાવત સુપર વુમૅનના રોલમાં જોવા મળશે.

બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને હૃતિકના પિતા રાકેશ રોશન જ આ ફિલ્મના નિર્માતા છે. ક્રિશ 3 ફિલ્મમાં લોકોને હૃતિકના ત્રણ રૂપ જોવા મળશે. પ્રથમ પાત્ર કૃષ્ણાના પિતા રોહિતનું હશે, બીજું પાત્ર કૃષ્ણાનું, જ્યારે ત્રીજું મહત્વનું પાત્ર સુપરહીરો ક્રિશનું હશે. તેમણે જમાવ્યું કે પ્રિયંકા ચોપરા પણ ડબલ રોલમાં જોવા મળશે. ક્રિશ 3 રાકેશ રોશન નિર્મિત કોઈ મિલ ગયા (2003)ની ત્રીજી આવૃત્તિ છે. તેની બેજી આવૃત્તિ ક્રિશ 2006માં આવી હતી.

<center><iframe frameborder="0" width="600" height="338" src="http://www.dailymotion.com/embed/video/x12qmum"></iframe><br /><a href="http://www.dailymotion.com/video/x12qmum_krrish-3-official-theatrical-trailer-exclusive_music" target="_blank">Krrish 3 - Official Theatrical Trailer Exclusive</a> <i>by <a href="http://www.dailymotion.com/Full_HD_BollyWood_Videos" target="_blank">Full_HD_BollyWood_Videos</a></i></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X