For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુષ્માનને દિગ્દર્શિત કરવા માંગે છે કુણાલ રૉય કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 એપ્રિલ : બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક કુણાલ રૉય કપૂર તાજેતરમાં જ રિલીઝ થયેલ નૌટંકી સાલા ફિલ્મમાં આયુષ્માન ખુરાના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયાં છે. કુણાલ એક ફિલ્મમાં આયુષ્માનને દિગ્દર્શિત કરવાની ઇચ્છા ધરાવે છે.

kunal-ayushman

વિકી ડૉનર ફિલ્મના મુખ્ય પાત્ર આયુષ્માન અંગે પોતાની યોજના વિશે કુણાલે જણાવ્યું - હું આયુષ્માન સાથે કામ કરવા માંગુ છું અને તેમના અભિનયથી એટલો બધો પ્રભાવિત થયો છું કે એક દિવસ હું તેમને જરૂર દિગ્દર્શિત કરીશ.

નોંધનીય છે કે ફિલ્મોમાં આવતા અગાઉ કુણાલ થિયેટરોમાં કામ કરતા હતાં અને વર્ષ 2006માં તેમના દ્વારા દિગ્દર્શિત ધ પ્રેસિડેંટ ઇઝ કમિંગ ફિલ્મ બની હતી. એક અભિનેતા તરીકે કુણાલે લાઇન્સ ઑફ પંજાબ પ્રેઝેંટ તથા દેહલી બેલી ફિલ્મોમાં કામ કર્યું છે.

દરમિયાન કુણાલ રૉય કપૂરના ભાઈ અભિનેતા આદિત્ય રૉય કપૂર આશિકી 2 ફિલ્મમાં આવી રહ્યાં છે. યૂટીવીના પ્રમુખ સિદ્ધાર્થ રૉય કપૂરના ભાઇઓ કુણાલ તથા આદિત્ય પોતાની રીતે બૉલીવુડમાં સેટ થયાં છે. કુણાલે જણાવ્યું કે તેઓ આશિકી 2 ફિલ્મની આખી ટીમ માટે પ્રાર્થના કરે છે.

English summary
Kunal Roy Kapoor wants to direct Ayushmann Khurrana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X