સુસાઈડની આગલી રાતે શું બોલ્યા હતા કુશલ પંજાબી, પિતાએ તોડ્યુ મૌન

કુશલના પિતાએ જે જણાવ્યુ છે તે થોડુ ચોંકાવનારુ છે. કુશલ પંજાબીના પિતાએ જણાવ્યુ કે તે આત્મહત્યાની એક રાત પહેલા જ તે કુશલને મળ્યા હતા.

એક્ટર કુશલ પંજાબીએ 27 ડિસેમ્બરને આત્મહત્યા કરી લીધી હતી. તેમની આત્મહત્યાથી માત્ર તેમના સાથી કલાકારો જ નહિ પરંતુ ફેન્સ પણ એટલા જ દુઃખી થયા. કુશલે આવુ પગલુ કેમ લીધુ આ વિશે ઘણા પ્રકારની વાતો સામે આવી રહી છે. હવે તેમના પિતાએ જે જણાવ્યુ છે તે થોડુ ચોંકાવનારુ છે. કુશલ પંજાબીના પિતાએ જણાવ્યુ કે તે આત્મહત્યાની એક રાત પહેલા જ તે કુશલને મળ્યા હતા.

ટેન્શનમાં નહોતો લાગી રહ્યો કુશલ

ટેન્શનમાં નહોતો લાગી રહ્યો કુશલ

એક વેબસાઈટ સાથે વાત કરતા કુશલના પિતાએ કહ્યુ કે તે આત્મહત્યા જેવુ પગલુ લઈ લેશે આવુ તો અમે સપનામાં પણ વિચારી ન શકીએ. આત્મહત્યાની એક રાત પહેલા જ હું તેને મળ્યો હતો, તે એકદમ ઠીક હતો. તેનો સ્વભાવ પણ કંઈ અલગ ન લાગ્યો. અમે ઘણી વાર સુધી સાથે બેઠા હતા. સાથે અમે બંનેએ ડિનર કર્યુ અને ડ્રિંક પણ કર્યુ.

શું થઈ હતી વાતચીત

શું થઈ હતી વાતચીત

કુશલ અને પોતાની વચ્ચે વાતચીત પર તેમણે કહ્યુ, અમારી વચ્ચે સામાન્ય વાતો થી જેવી કે એક બાપ-દીકરા વચ્ચે થાય છે. એવી કોઈ ખાસ વાતચીત નથી થઈ કારણકે કોઈ એવો ટોપિક પણ નહોતો કે કોઈ ગંભીર વાત થાય. કુશલના પિતાએ જણાવ્યુ, તે સર્કિટ રેસ દરમિયાન ઘાયલ થઈ ગયા હતા જેના કારણે ખભાની સર્જરી થવાની હતી અને આમાં તેને થોડા સમય સુધી પોતાના ખભાને બિલકુલ પણ નહોતો હલાવવાનો. મે તેને તબિયત વિશે પૂછ્યુ તો તેણે કહ્યુ કે તે ઠીક છે.

ફ્લેટમાં મૃત મળ્યા હતા કુશલ

ફ્લેટમાં મૃત મળ્યા હતા કુશલ

27 ડિસેમ્બરના રોજ કુશલ પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. કુશલના નજીકના દોસ્ત ચેતન હંસરાજને મળવા પહોંચ્યા હતા. ફ્લેટનો દરવાજો ન ખુલતા અને કુશલ સાથે સંપર્ક ન થતા ચાવીવાલા પાસે તાળુ ખોલાવ્યુ હતુ. ફ્લેટની અંદર કુશલ ફંદા પર લટકતા મળ્યા હતા. કુશલની મોત બાદ ઘણી વાતો સામે આવી હતી. આમાં કુશલનુ દામ્પત્ય જીવનમાં ઘણી મુશ્કેલીઓ હોવા અને તેમની પત્નીના અલગ રહેવાની વાત હતી. કુશલના મોત પર બોલિવુડ અને ટીવીની દુનિયા સાથે જોડાયેલા લોકોએ દુઃખ વ્યક્ત કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X