લતાએ અમિતાભને જણાવ્યું - મિલે સુર મેરા તુમ્હારા
મુંબઈ, 16 જાન્યુઆરી : ભારતના કોયલ લતા મંગેશકર અને બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન ટુંકમાં જ એક-બીજા સાથે સુર પુરવાના છે. લતા મંગેશકરે થોડાંક જ દિવસ અગાઉ પોતાની મ્યુઝિક કમ્પની ખોલી છે. લતાની મ્યુઝિક કમ્પનીના લૉન્ચિંગ પ્રસંગે અમિતાભ બચ્ચન સહિત બૉલીવુડની અનેક મોટી હસ્તીઓ હાજર હતી. પોતાની કમ્પનીના લૉન્ચિંગ દરમિયાન લતાએ પોતાના ખૂબ મોટા ફૅન અમિતાભને કહી તેમના પિતા હરિવંશરાય બચ્ચનનાં કેટલાંક કાવ્યો પણ પોતાના દ્વારા રેકૉર્ડ કરવાની મંજૂરી માંગી લીધી.

લતા મંગેશકરે આ ઈવેન્ટ દરમિયાન જણાવ્યું કે તેઓ પાતાની આ કમ્પની વડે નવી-નવી પ્રતિભાઓને તક આપશે. તેમણે જણાવ્યું કે આ કમ્પની ચાલુ કરવાનો તેમને મુખ્ય ઉદ્દેશ આ જ છે કે જેથી નવા છોકરા-છોકરીઓને ગાવાની તક મળે અને લોકો સુધી તેમનો અવાજ પણ પહોંચી શકે. લતાજીએ એમ પણ જણાવ્યું કે આજકાલ લોકો ઇન્ટરનેટ ઉપર જ ગીતો સાંભળી લે છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે લોકો રેકૉર્ડ સાંભળે અને ખરીદે. તેથી નવા સિંગર્સને ફાયદો થશે. આ કમ્પનીનું નામ રાખવામાં આવ્યું છે એલએમ કે જે લતા મંગેશકરના નામનું શૉર્ટ ફૉર્મ છે. આ ઈવેન્ટમાં સિંગિંગ સાથે સંકળાયેલી બૉલીવુડની મોટી સેલિબ્રિટીઓ હરિહરન પણ હાજર હતાં અને અમિતાભ બચ્ચન, પંડિત જસરાજ તથા નીતા અંબાણીએ પણ હાજરી આપી હતી.
અમિતાભ બચ્ચન કે જેઓ લતા મંગેશકરની ગાયકીના મોટા ફૅન છે. તેમણે લતાજીને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે લતાજી ભારત રત્ન છે અને દુઆ છે કે તેમની આ કમ્પની પણ એક રત્ન બની જાય. તે જ વખતે લતાજીએ અમિતાભને તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કેટલીક સારી-સારી કવિતાઓ રેકૉર્ડ કરવા અંગેની વાત કરી. તે સાંભળી અમિતાભ બચ્ચન ખૂબ ખુશ થઈ ગયાં. લતાજીએ જણાવ્યું - હું અમિતજીને વિનંતી કરૂ છું કે તેઓ મને તેમના પિતાજીની કેટલીક કવિતાઓ ચુંટીને આપે, તો મને તે રેકૉર્ડ કરવું ગમશે. જોકે આપ બહુ જલ્દી જ સાંભળશો કે હું અને અમિતાભજી પણ સાથે ગીત ગાઇશું.












Click it and Unblock the Notifications
