‘પાકીઝા' ગીત રીમિક્સ કરવા માટે આતિફ પર ભડક્યા લતા મંગેશકર

ભારતની કોકિલ કંઠી લતા મંગેશકરે પાકિસ્તાની ગાયક આતિફ અસલથી ઘણા નારાજ છે.

ભારતની કોકિલ કંઠી લતા મંગેશકરે પાકિસ્તાની ગાયક આતિફ અસલથી ઘણા નારાજ છે. આતિફ અસલમે પોતાવી આવનારી ફિલ્મ 'મિત્રો' માટે ગીત ચલતે-ચલતે ગાયુ છે જે 70 ના હિટ ફિલ્મ પાકિઝાનું ગીત છે. મિત્રોમાં આ ગીતને એક નવા અંદાજથી રજૂ કરવામાં આવ્યુ છે. જે લેજેન્ડ્રી ગાયક લતા મંગેશકરને બિલકુલ ગમ્યુ નથી. મંગેશકરે કહ્યુ કે એમણે એ ગીત સાંભળ્યુ નથી અને સાંભળવા ઈચ્છતા પણ નથી.

lata-asalam

ગીતને સાંભળવા પણ નથી ઈચ્છતા લતા મંગેશકર

ફિલ્મ 'પાકિઝા' માં 'ચલતે ચલતે' ગીત લતા મંગેશકરે ગાયુ હતુ. જ્યારે વર્ષો બાદ આ ગીતેને ફરીથી રિક્રિએટ કરવામાં આવ્યુ તો લતા મંગેશકર પાસે આ વિશે રિએક્શન માંગવામાં આવ્યુ. આના પર લતા મંગેશકરે કહ્યુ કે 'તેમણે એ ગીત હજુ સુધી સાંભળ્યુ નથી અને સાંભળવા ઈચ્છતા પણ નથી. આજકાલ જૂના ગીતોને નવા બનાવીને ચલાવવાનો રિવાજ મને પસંદ નથી. આમાં ક્રેએટિવિટી ક્યાં છે? ગીતને રિમિક્સ કરતી વખતે કોઈની સંમતિથી તેને બદલવામાં આવી રહ્યા છે?'

અસલી ગીતમાં લતા મંગેશકરે આપ્યો હતો અવાજ

રીમિક્સના આ ચલણથી દુખી લતા મંગેશકરે કહ્યુ કે તે વખતે મ્યુઝિક કમ્પોઝરે જે બનાવ્યુ હતુ તે તેમની ક્રિએટિવિટી હતી. કોઈને હક નથી તેને બદલવાનો. બોલિવુડના ઈતિહાસની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક 1972 માં આવેલી પાકિઝામા મીના કુમારીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતા. ચલતે ચલતે ગીત લતા મંગેશકરે જ ગાયુ હતુ અને કૈફી આઝમીએ ગીતના બોલ લખ્યા હતા. આ ગીત લતા મંગેશકરના અવાજ અને મીના કુમારીના પર્ફોર્મન્સ માટે આજે પણ જાણીતુ છે.

બોલિવુડમાં ચાલી રહ્યો છે રીમિક્સનો દોર

મિત્રોં ફિલ્મનું ગીત આતિફ અસલમે ગાયુ છે. આ ગીતના લિરિક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગીતનું સંગીત પણમ તનિષ્ક બાગચીએ જ આપ્યુ છે. નવુ ચલતે ચલતે જેકી ભગનાની અને કૃતિકા કામરા પર ફિલ્માવવામાં આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવી રહ્યુ છે કે બોલિવુડમાં જૂના ગીતોને નવા બોલ સાથે રીમિક્સ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ આવેલી જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેમાં તુમ બિન ફિલ્મના ગીત દિલબર-દિલબરને રીમિક્સ કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X