સિદ્ધાર્થ શુક્લા માટે પરિવારે આજે રાખી છે પ્રાર્થના સભા, ઝૂમ મીટિંગ દ્વારા પણ જોડાઈ શકે છે લોકો

સિદ્ધાર્થના આત્માની શાંતિ માટે સોમવારે એક પ્રાર્થનાસભાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

મુંબઈઃ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ માત્ર ટીવી ઈન્ડસ્ટ્રી જ શોકની લહેર નથી પરંતુ બૉલિવુડની ઘણી મોટી હસ્તીઓ પણ સિદ્ધાર્થના મોતથી ઉંડા શોકમાં છે. 40 વર્ષના આ અભિનેતાનુ ગુરુવારે હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયુ હતુ. બીજા દિવસે શુક્રવારે સિદ્ધાર્થના શબના અંતિમ સંસ્કાર મુંબઈના ઓશિવારા સ્થિત સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થના સ્વજનો માટે આ બહુ મુશ્કેલ સમય છે. સિદ્ધાર્થના આત્માની શાંતિ માટે સોમવારે એક પ્રાર્થનાસભાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આજે સાંજે 5 વાગે આયોજિત થશે પ્રાર્થના સભા

આજે સાંજે 5 વાગે આયોજિત થશે પ્રાર્થના સભા

ટીવી અભિનેતા કરણવીર બોહરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિષેની માહિતી આપી છે. તેણે એક પોસ્ટ દ્વારા કહ્યુ કે આજે સાંજે 5 વાગે વિશેષ પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવશે. આ પ્રાર્થના સભાનુ આયોજન બીકે યોગિની દીદી દ્વારા કરવામાં આવશે. સિદ્ધાર્થની બહેન શિવાની અને બ્રહ્માકુમારી દિવંગત અભિનેતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. કરણવીર બોહરાએ પોતાની પોસ્ટમાં ઝૂમની એક લિંક પણ શેર કરી છે જેના દ્વારા કોઈ પણ એ પ્રાર્થના સભાને ઑનલાઈન જોઈ શકે છે.

કરણવીરે પોતાની પોસ્ટમાં શું લખ્યુ?

કરણવીરે પોતાની પોસ્ટમાં શું લખ્યુ?

કરણવીરે પોતાની પોસ્ટમાં લખ્યુ છે, 'આવો, આપણે સૌ આજે સાંજે 5 વાગે પોતાના દોસ્ત #siddharthshukla માટે વિશેષ પ્રાર્થના કરીએ, જે તેમના મા #ritaaunty અને તેમની બહેનો #neetu અને #preeti તેમજ #shivanididi @brhamakumaris_bk #seeyouagain દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.'

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં શામેલ થયા આ લોકો

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં શામેલ થયા આ લોકો

કરણવીરની આ પોસ્ટ જોઈને ફેન્સ ફરીથી ભાવુક થઈ ગયા છે. તેની આ પોસ્ટ પર યુઝર્સની કમેન્ટ આવી રહી છે. સહુ કોઈ પરિવારને હિંમત રાખવા માટે કહી રહ્યુ છે. સિદ્ધાર્થની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે તેમની અંતિમ યાત્રામાં તેમના ફેન્સની ભારે ભીડ દેખાઈ હતી. સિદ્ધાર્થના પાર્થિવ શરીરને કૂપર હોસ્પિટલથી લઈને સ્મશાન ઘાટ સુધી ફૂલોથી સજેલી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યુ હતુ. સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં તેમના પરિવાર ઉપરાંત તેની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ અને ટીવી ઈન્ડસ્ટ્રીના તેના ઘણા દોસ્ત શામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X