Latest Pics: પ્રિયંકાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવ્યુ જોધપુરનું ઉમેદ ભવન
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ જોધપુરના તાજ ઉમેદ ભવનમાં લગ્ન કરવાના છે. જેના લેટેસ્ટ ફોટા વાયરલ થઈ રહ્યા છે.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ જોધપુરના તાજ ઉમેદ ભવનમાં લગ્ન કરવાના છે. 2 ડિસેમ્બરે બંને સુપરસ્ટાર્સ લગ્ન કરશે. પ્રિયંકા-નિક સહિત સમગ્ર પરિવાર જોધપુર પહોંચી ચૂક્યો છે. ધીરે ધીરે મહેમાન પણ જોધપુર પહોંચી ચૂક્યા છે. ઉમેદ ભવનના લેટેસ્ટ ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઉમેદ ભવનને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યુ છે. એમાં કોઈ શંકા નથી કે આ લગ્ન એકદમ શાહી અંદાજમાં થવાના છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી જોધપુરમાં જ લગ્નની બધી રસમો થશે. 2 ડિસેમ્બરે હિંદુ રીતિ રિવાજ મુજબ પ્રિયંકા-નિકના લગ્ન થશે. જ્યારે 3 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રિવાજથી લગ્ન થશે.

તાજ ઉમેદ ભવન દુલ્હનની જેમ સજાવાયુ
રણવીર-દીપિકાની જેમ પ્રિયંકા-નિકના લગ્ન પણ પ્રાઈવેટ રહેશે. બંને પોતાના પરિવાર અને અમુક ખાસ દોસ્તોની હાજરીમાં સાત ફેરા લેશે. બંનેના પરિવારે લગ્ન માટે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી તાજ ઉમેદ ભવન બુક કરી લીધુ છે.

ઉમેદ ભવનની સજાવટ
આ ફોટામાં આપ જોઈ શકો છો કે ઉમેદ ભવનની અંદર કેટલી સુંદર સજાવટ કરવામાં આવી છે. ફોટા જોઈને લાગી રહ્યુ છ કે આ એ જ જગ્યા છે જ્યાં સાત ફેરા થવાના છે.

પ્રિયંકા સંગ નિક
પ્રિયંકા ચોપડાના વેડિંગ પ્લાનર્સે આ ફોટો શેર કર્યો છે. જ્યાં બંને સ્ટાર્સના નામ જોઈ શકીએ છીએ. આ સજાવટનો હિસ્સો છે.

લગ્નની કંકોત્રી
આ રહ્યુ પ્રિયંકા ચોપડાની લગ્નની કંકોત્રી... પ્રિયંકાના લગ્નમાં પરિવાર ઉપરાંત અમુક નજીકના દોસ્તો શામેલ થશે. અમુક હોલીવુડ સ્ટાર્સ પણ આવવાના સમાચાર છે.

પહોંચી ચૂક્યા છે જોધપુર
તમને જણાવી દઈએ કે મુંબઈમાં પૂજા કર્યા બાદ.. ગુરુવારની સવારે પ્રિયંકા અને નિક મુંબઈથી જોધપુર પહોંચ્યા. ત્યારબાદ બંનેના પરિવારજનો પણ જોધપુર પહોંચી ચૂક્યા છે.

પ્રી-વેડિંગ રસમો
એમાં કોઈ શંકા નથી કે પ્રિયંકા-નિક પોતાના લગ્નમાં ભારે ભરખમ ખર્ચ કરવાના છે. તેમણે પ્રી-વેડિંગ રસમો માટે જોધપુરના મહેરાનગઢ ફોર્ટ પણ બુક કર્યો છે. પ્રિયંકા-નિકના લગ્નને ઈન્ટરનેશનલ મીડિયા કવર કરી રહી છે.

પ્રિયંકા ચોપડા-નિક જોનસ
રિપોર્ટ મુજબ હિંદુ રીતિ રિવાજથી યોજાનાર આ લગ્નના આઉટફીટ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા છે. વળી, પ્રિયંકા ક્રિશ્ચિયન લગ્ન માટે Ralph Laurenના આઉટફીટમાં જોવા મળશે.

મહેમાનોને મળશે આ ગિફ્ટ
રિપોર્ટ્સ મુજબ પ્રિયંકા-નિકના લગ્નમાં આવેલા મહેમાનોને સ્પેશિયલ પર્સનલાઈઝ્ડ ચાંદીના સિક્કા આપવામાં આવશે. સિક્કાની એક તરફ NP લખેલુ હશે અને બીજી તરફ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતિ બનેલી હશે.












Click it and Unblock the Notifications
