Leo ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી, પહેલા દિવસે જ જવાનનો રેકોર્ડ તોડ્યો
એક પછી એક વિવાદો બાદ આખરે થલપથી વિજયની ફિલ્મ Leo સિનેમાઘરોમં રિલિઝ થઈ છે. સાઉથ સુપર સ્ટાર વિજયની આ ફિલ્મે પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.
લીઓનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન શાનદાર રહ્યુ છે. આંકડા અનુસાર, લિયોએ પહેલા જ દિવસે શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય રજનીકાંતની જેલરને પણ પાછળ છોડી છે.

અહેવાલો અનુસાર, Leo ભારતમાં પહેલા દિવસે 68 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ તમામ ભાષાઓમાં ભારતમાં લગભગ 80 કરોડનું ગ્રોસ કલેક્શન કરી શકે છે.
અહેવાલો અનુસાર, લિયો પ્રથમ દિવસે તમિલનાડુમાં લગભગ 32 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ કેરળમાં લગભગ 12.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. અને કર્ણાટકમાં આ ફિલ્મ લગભગ 14.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે.
લિયોના ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ લગભગ 65 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. શરૂઆતના વલણો અનુસાર, લીઓ વિશ્વભરમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.
આ ફિલ્મ પહેલા દિવસની કમાણીમાં શાહરૂખ ખાનના જવાનનો રેકોર્ડ તોડી શકે છે. જવાને પહેલા દિવસે વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. લીઓ વિશ્વભરમાં 145 કરોડનો આંકડો પાર કરી શકે છે.
આ વર્ષે ઓગસ્ટમાં રજનીકાંતની ફિલ્મ જેલરે પહેલા દિવસે 44.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વિજયની લીઓએ પહેલા દિવસે જ એડવાન્સ બુકિંગથી 46.5 કરોડનું કલેક્શન કર્યું છે.
Leo માં વિજય સાથે સંજય દત્ત મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
