B'day Spcl : હેમા માલિની થયાં 66 વર્ષના, જાણો ધરમ સાથે તેમની Love Story

મુંબઈ, 16 ઑક્ટોબર : સાંભળીને આશ્ચર્ય થશે કે બૉલીવુડની સૌથી સુંદર હસીઓનામાંના એક હેમા માલિનીના લગ્ન સુપર સ્ટાર ધર્મેન્દ્ર સાથે નહીં, પણ દિલાવર ખાન સાથે થયા છે. આપ કંઈ ભળતુ-સળતુ વિચારો, તે પહેલા આપને બતાવી દઇએ કે બાબત શું છે?

હેમા માલિનીનો આજે 66મો જન્મ દિવસ છે અને એટલે જ તેમના અફૅર અંગે આ ખાસ રજુઆત કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવતા અગાઉથી જ પરિણીત હતાં અને પરિવાર ધરાવતા હતાં, પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેમને હેમા માલિની સાથે મહોબ્બત થઈ ગઈ. જોકે અફૅરની સાથે-સાથે તેઓ પોતાની જવાબદારીઓ પણ નિભાવવા માંગતા હતાં. તેથી તેમણે હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ અપનાવ્યું. ઇસ્લામ અપનાવ્યા બાદ તેમનું નામ દિલાવર ખાન થઈ ગયું. હેમાને આ અંગે કોઈ વાંધો નહોતો. તેથી તેમણે પણ ધરમજીમાંથી મુસ્લિમ બનેલા દિલાવર ખાન સાથે લગ્ન કરી લીધાં. જોકે હેમાના આ લગ્નથી તેમના પરિજનો ખુશ નહોતાં, પરંતુ હેમાને પોતાના પ્રેમ ઉપર ભરોસો હતો અને તે ભરોસો ધર્મેન્દ્રે તુટવા ન દીધો.

કહે છે કે હેમાએ પણ ઇસ્લામ કબૂલ્યુ હતું, પરંતુ આ અંગે આજ સુધી સંશય બનેલુ જ છે. હેમા માલિની આજે 66 વર્ષના થઈ ગયાં છે. આજે પણ હેમા-ધરમજીનો સંબંધ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે. હેમાએ પોતાની તમામ જવાબદારીઓ નિભાવી લીધી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ 10 Facts :

Fact 1

Fact 1

હેમા માલિની અને ધર્મેન્દ્ર 1970માં તુમ હસીન મૈં જવાન ફિલ્મના સેટ પર પ્રેમમાં પડ્યા હતાં.

Fact 2

Fact 2

જોકે ધરમેન્દ્ર પરિણીત હતાં. છતાં તેમના પર હેમાના પ્રમનો ભૂત સવાર હતો, પરંતુ શરુઆતના તબક્કામાં હેમાએ આ અંગે ધર્મેન્દ્રને કંઈ ન કહ્યું.

Fact 3

Fact 3

પાંચ વર્ષ સુધી પ્રણય ફાગ રમ્યા બાદ અંતે હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર લીધું.

Fact 4

Fact 4

હેમાના પિતા આ લગ્નની સખત વિરુદ્ધ હતાં. તેઓ પરિણીત પુરુષ સાથે હેમાના લગ્ન કરાવવા નહોતા માંગતાં, પરંતુ પિતાના વિરોધ છતાં હેમાએ ધરમજી સાથે લગ્ન કર્યાં. હેમાના આ પગલાથી તેમના માતાને ખૂબ આઘાત લાગ્યો.

Fact 5

Fact 5

ધર્મેન્દ્રના પ્રથમ પત્ની તેમને છુટાછેડા આપવા તૈયાર નહોતાં અને હિન્દૂ કાનૂન મુજબ કોઈ પણ પુરુષ બે લગ્ન ન કરી શકે. એટલે જ બંનેએ ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ અપનાવવાનો નિર્ણય કર્યો. તેમના નિકાહનામામાં લખેલુ હતું - ‘દિલાવર ખાન કેવલ કૃષ્ણ (44 વર્ષ) આયેશા બી આર. ચક્રવર્તી (29 વર્ષ)ને 21મી ઑગસ્ટ, 1979ના રોજ 1 લાખ 11 હજાર રુપિયાના મહેર સાથે બે કાનૂની સાક્ષીઓની હાજરીમાં પત્ની તરીકે સ્વીકારે છે.'

Fact 6

Fact 6

કારણ કે હેમા આયંગર ગર્લ હતાં, તેથી ધરમ-હેમાએ બીજી વાર આયંગર રીત રિવાજ મુબ લગ્ન કર્યાં.

Fact 7

Fact 7

હેમાએ ખુલાસો કર્યો હતો કે તેઓ ધર્મેન્દ્ર પ્રત્યે એટલા માટે આકર્ષાયા, કારણ કે તેઓ તેમના (હેમાના) માતા જેમ મજબૂત અને મૌન છે. હેમા ધર્મેન્દ્રને રોમાંટિક પતિ માનતા હતાં. તેઓ પહેલી જ નજરમાં ધર્મેન્દ્રને દિલ દઈ બેઠા હતાં.

Fact 8

Fact 8

મૈં જટ યમલા પગલા દીવાના... ગીત દરમિયાન હેમા ધર્મેન્દ્રને દિલ દઈ બેઠા હતાં. હેમા કહે છે કે આ ગીતમાં તેમના ડાન્સ મૂવ્સ ક્યૂટ છે કે જેથી તેઓ તત્કાળ આકર્ષાયાં.

Fact 9

Fact 9

કહે છે કે શોલેના એક સીનના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રે એક લાઇટ બૉય્ઝને થોડાક પૈસા આપી કહ્યું કે તે વારંવાર લાઇટ ડિસ્ટર્બ કરે કે જેથી વારંવાર રીટેક થાય અને ધર્મેન્દ્રને હેમા સાથે મસ્તી કરવાનો વધુમાં વધુ સમય મળે.

Fact 10

Fact 10

હેમા માલિનીએ ધર્મેન્દ્ર પરણવા માટે સંજીવ કુમાર તથા જિતેન્દ્ર સહિતના ઘણા અભિનેતાઓની ઑફર ઠુકરાવી દીધી હતી. તેમને બે સંતાનો છે. એશાનો જન્મ 1981માં અને અહાનાનો જન્મ 1985માં થયો. બંને દીકરીઓના લગ્ન થઈ ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X