રણબીર મને ‘જાડિયો-પાડિયો’ કહી ખિજવતાં : અરમાન

મુંબઈ, 18 જૂન : કપૂર ખાનદામાંથી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટરોની લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાઈ રહ્યું છે અરમાન જૈનનું. જોકે તેમના નામમાં કપૂર નથી, પરંતુ અરમાનનો કપૂર ખાનદાન સાથે લોહીનો સંબંધ છે. અરમાનના માતાનુ નામ છે રીમા જૈન કે જેઓ રાજ કપૂરના નાના દીકરી છે અને આ હિસાબે અરમાન જૈન રાજ કપૂરના દોહિત્ર થયાં, તો રણબીર કપૂર, કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતરાઈ ભાઈ થાય. અરમાન જૈન પોતાની પ્રથમ ફિલ્મ લેકર હમ દીવાના દિલ એટલે કે એલએચડીડી અંગે બહુ ઉત્સાહિત છે અને તેના કરતા પણ વધારે ખુશી તેમને આ વાતે થાય છે કે તેઓ ટૅલેંટેડ કપૂર ખાનદાનના દીકરાના નામે ઓળખાય છે.

અરમાન જૈને તાજેતરમાં લેકર હમ દીવાના દિલ ફિલ્મ અંગે એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેમને પિતરાઈ ભાઈ રણબીર કપૂર, નાના રાજ કપૂર કે રણધીર-ઋષિ-રાજીવ સહિત કોઈ પણ મામા સાથે પોતાના બાળપણની કોઈ સ્પેશિયલ સ્મૃતિ તો યાદ નથી, પણ તેમને એટલુ યાદ છે કે તેઓ તે વખતે લગભગ 108 કિલોના હતાં અને ત્યારે રણબીર કપૂર તેમને બહુ ખિજવતા હતાં. રણબીર હંમેશા અરમાનને કહેતા હતાં કે તે પોતાનુ વજન ઓછું કરે, પરંતુ જ્યારે અરમાને ફિલ્મોમાં આવવાનો નિર્ણય કર્યો, તો તેમણેપોતાનું વજન ઓછુ કરવા સખત મહેનત કરી. કપૂર ખાનદાન અંગે વાત કરતાં અરમાન કહે છે કે જ્યારે પણ કપૂર ખાનદાન એક સાથે બેસે છે, ત્યારે તમામ લોકો ખાવાની જ વાત કરે છે. કામની વાતો બહુ ઓછી થાય છે.

જ્યાં સુધી ટિપ્સની વાત છે, તો અરમાને જણાવ્યું - કામની વાતો ઘરે બહુ જ ઓછી થાય છે. કપૂર ખાનદાનમાં તેઓ સૌથી વધુ ઇંસ્પાયર છે પોતાના નાના રાજ કપૂરથી કે જેમની ફિલ્મ મેરા નામ જોકર જોતા-જોતા તેઓ મોટા થયાં છે. અરમાનેજણાવ્યું કે તેઓ બાળપણથી જ ઇચ્છતા હતાં કે તેઓ લોકોને હસાવે અને એંટરટેન કરે. ક્યારેક-ક્યારેક તો તેમને લાગતું કે તેઓ જોકર જ બની જાય. અરમાનનું કહેવું છે કે કપૂર ખાનદાનના હોવાના નાતે લોકોને તેમની પાસે ઘણી આશાઓ છે અને તેઓ તે આશાઓ પૂર્ણ કરવાનો પુરતો પ્રયત્ન કરશે.

લેકર હમ દીવાના દિલને પ્રમોટ કરવામાં કપૂર ખાનદાન પણ અરમાનનો પૂરો સાથ આપી રહ્યું છે. ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે કરીના કપૂર-કરિશ્મા કપૂર હાજર રહ્યા હતાં, તો તાજેતરમાં જ રણબીર કપૂર અરમાન સાથે મળી મુંબઈના એક મૉલમાં ફુટબૉલ મૅચ રમતા દેખાયાં. આ પ્રસંગે ફિલ્મના અભિનેત્રી દીક્ષા સેઠ સહિત તમામ કાસ્ટ હાજર રહી હતી.

ચાલો જોઇએ રણબીર-અરમાન વચ્ચે ફુટબૉલ મૅચની તસવીરો :

રાજ કપૂરના દોહિત્ર

રાજ કપૂરના દોહિત્ર

અરમાન જૈન કપૂર ખાનદાન સાથે ઘરોબો ધરાવે છે, કારણ કે તેઓ રાજ કપૂરના દોહિત્ર છે.

લેકર હમ દીવાના દિલ

લેકર હમ દીવાના દિલ

અરમાન જૈન લેકર હમ દીવાના દિલ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે કે જેમાં તેમના હીરોઇન દીક્ષા સેઠ છે.

પ્રમોશનમાં કપૂર ખાનદાન

પ્રમોશનમાં કપૂર ખાનદાન

લેકર હમ દીવાના દિલના પ્રમોશનમાં અરમાન જૈનને કપૂર ખાનદાન પણ સાથ આપી રહ્યુ છે. મ્યુઝિક લૉન્ચિંગમાં કરિશ્મા કપૂર અને કરીના કપૂર હાજર રહ્યા હતાં, તો હવે રણબીર કપૂરે ફુટબૉલ રમી એલએચડીડીનું પ્રમોશન કર્યું છે.

મૉલમાં રણબીર

મૉલમાં રણબીર

લેકર હમ દીવાના દિલના પ્રમોશન માટે રણબીર કપૂર મુંબઈના એક મૉલમાં પહોંચ્યા હતાં.

ફુટબૉલ રમતાં રણબીર

ફુટબૉલ રમતાં રણબીર

રણબીર કપૂરે લેકર હમ દીવાના દિલના પ્રમોશન માટે મુંબઈના આ મૉલમાં અરમાન જૈન સાથે ફુટબૉલ મૅચ રમી હતી.

108 કિલોના હતાં અરમાન

108 કિલોના હતાં અરમાન

અરમાન જૈને તાજેતરમાં લેકર હમ દીવાના દિલ ફિલ્મ અંગે એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેમને પિતરાઈ ભાઈ રણબીર કપૂર, નાના રાજ કપૂર કે રણધીર-ઋષિ-રાજીવ સહિત કોઈ પણ મામા સાથે પોતાના બાળપણની કોઈ સ્પેશિયલ સ્મૃતિ તો યાદ નથી, પણ તેમને એટલુ યાદ છે કે તેઓ તે વખતે લગભગ 108 કિલોના હતાં અને ત્યારે રણબીર કપૂર તેમને બહુ ખિજવતા હતાં.

સખત મહેનત કરી

સખત મહેનત કરી

રણબીર હંમેશા અરમાનને કહેતા હતાં કે તે પોતાનુ વજન ઓછું કરે, પરંતુ જ્યારે અરમાને ફિલ્મોમાં આવવાનો નિર્ણય કર્યો, તો તેમણે પોતાનું વજન ઓછુ કરવા સખત મહેનત કરી.

કપૂર ખાનદાન ખાવા વિશે જ વાત કરે છે

કપૂર ખાનદાન ખાવા વિશે જ વાત કરે છે

કપૂર ખાનદાન અંગે વાત કરતાં અરમાન કહે છે કે જ્યારે પણ કપૂર ખાનદાન એક સાથે બેસે છે, ત્યારે તમામ લોકો ખાવાની જ વાત કરે છે. કામની વાતો બહુ ઓછી થાય છે.

રણબીર-દીક્ષા

રણબીર-દીક્ષા

લેકર હમ દીવાના દિલના પ્રમોશન દરમિયાન રણબીર કપૂર સાથે દીક્ષા સેઠે પણ ફુટબૉલ મૅચ રમી હતી.

આખી ટીમ હાજર

આખી ટીમ હાજર

લેકર હમ દીવાના દિલના પ્રમોશન દરમિયાન રણબીર કપૂર સાથે ફિલ્મની આખી ટીમ હાજર રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X