સારાએ કરાવી lip સર્જરી, ટ્રોલર્સે કરી ભદ્દી કમેન્ટ્સ, જુઓ બીજી પણ આવી હિરોઈન

હાલમાં જ એક અભિનેત્રીને એક્સપેરિમેન્ટ મોંઘો પડી ગયો. તેણે લિપ સર્જરી કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પહેલો ફોટો જેવો શેર કર્યો કે ટ્રોલર્સના ભદ્દા કમેન્ટ્સનું પૂર આવી ગયુ.

બોલિવુડ અભિનેત્રીઓ ટ્રેંડી અને સૌથી અલગ દેખાવા માટે રોજ નવી કોશિશો કરતી રહે છે. ક્યારેક સ્ટાઈલિશ કોસ્ચ્યુમ દ્વારા તો ક્યારેક પોતાના લુક્સ પર એક્સપેરિમેન્ટ દ્વારા. હાલમાં જ એક અભિનેત્રીને એક્સપેરિમેન્ટ મોંઘો પડી ગયો. તેણે લિપ સર્જરી કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પહેલો ફોટો જેવો શેર કર્યો કે ટ્રોલર્સની ભદ્દી કમેન્ટ્સનું પૂર આવી ગયુ. તેને લિપ સર્જરી માટે ખૂબ નેગેટિવ કમેન્ટ્સ મળી રહી છે.

વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી સારા ખાનની. સારા હંમેશા કોઈને કોઈ વિવાદમાં ફસાતી જોવા મળતી રહે છે. થોડા દિવસો પહેલા જ સેમી ન્યૂડ ફોટામાં, તો ક્યાંક બ્લેક હાર્ટ માટે ન્યૂડ સીન અને હવે તેની લિપ સર્જરી. સોશિયલ મીડિયા પર તેમની સીરિયલ બિદાઈમાં પોતાના કમબેક માટે એક પોસ્ટ કરી જેમાં તેણે ફેન્સને સરપ્રાઈઝ કરતા પોતાનો ફોટો પણ શેર કર્યો. આ ફોટાને જોતા જ સોશિયલ મીડિયામાં બબાલ મચી ગઈ.

સર્જરી કરાવ્યા પછી વધુ ખરાબ દેખાવા લાગી

સર્જરી કરાવ્યા પછી વધુ ખરાબ દેખાવા લાગી

કોઈએ તેમને ભદ્દી કહી તો કોઈએ કાઈલી જેનરની નકલ કરનારી ગણાવી. વળી, કોઈએ કહ્યુ કે તે સર્જરી કરાવ્યા પછી વધુ ખરાબ દેખાવા લાગી છે. આ પહેલી વાર નથી જ્યારે કોઈ અભિનેત્રી સર્જરી માટે આટલી ખરાબ રીતે ટ્રોલ થઈ છે. આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ સાથે આમ બની ચૂક્યુ છે. તો ચાલો આ વાત પર આગળ જણાવીએ છે એ અભિનેત્રીઓ વિશે જેમને સર્જરી માટે ટ્રોલ થવુ પડ્યુ છે.

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા

સલમાન ખાન સાથે ફિલ્મ વૉન્ટેડમાં જોવા મળેલી અભિનેત્રી આયશા ટાકિયાએ લિપ સર્જરી બાદ જ્યારે ફોટો શેર કર્યો તો લોકો તેને ઓળખી જ ન શક્યા. જો કે તેણે ટ્રોલર્સની ક્યારેય પરવા ન કરી.

રાખી સાવંત

રાખી સાવંત

રાખી સાવંત બોલિવુડની એ પહેલી અભિનેત્રીઓમાં છે જે ઘણી વાર ચાકૂની ધાર પર જઈ ચૂકી છે. બ્રેસ્ટ ઉપરાંત રાખી સાવંતે લિપ સર્જરી પણ કરાવી છે. પરિણામ તો તમે જોઈ શકો છો.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

હા, પ્રિયંકાના હોઠને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેણે હોઠ સાથે કેટલી છેડછાડ કરી છે. માત્ર હોઠ જ નહિ, પ્રિયંકાએ નાકની પણ સર્જરી કરાવી છે.

જેકલીન ફર્નાન્ડિસ

જેકલીન ફર્નાન્ડિસ

જ્યારે જેકલીન બોલિવુડમાં આવી હતી ત્યારે અને હવે તેના રૂપમાં ઘણો ફરક છે. તેમાંથી જ એક છે લિપ સર્જરી... જેકલીને પોતાના હોઠને ફૂલર કરાવ્યા જેથી તે મોટા દેખાઈ શકે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

રણબીર કપૂર સાથે ડેબ્યુ કર્યા બાદ પણ નરગિસ ફખરીને સફળ અભિનેત્રી તરીકે બોલિવુડમાં જગ્યા નથી મળી શકી. એટલા માટે નરગિસે પણ સર્જરી ટ્રાય કરી લીધી.

વાણી કપૂર

વાણી કપૂર

અમે અહીં તમારુ ધ્યાન ખેંચી રહ્યા છે વાણી કપૂરના હોઠો તરફ જેને તમે જોઈને જ સમજી જશો કે વાણીએ લિપ સર્જરી કરાવી છે.

મલાઈકા અરોરા ખાન

મલાઈકા અરોરા ખાન

પોતાનો આ જૂનો ફોટો જોઈને કદાચ મલાઈકા પોતે પણ પોતાને ન ઓળખી શકે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફ પર ભલે લાખો દિલ ફિદા હોય પરંતુ તેને પણ પોતાના હોઠથી ફરિયાદ હતી. જો કે કેટરીના ત્યારે પણ સુંદર દેખાતી હતી... હા કે ના?

ઈશા દેઓલ

ઈશા દેઓલ

હેમા માલિનીની દીકરી હોવાનો ભાર કદાચ ઈશા દેઓલ ઉઠાવી ન શકી. અને હોઠને સુંદર બતાવવાના ચક્કરમાં આ કરી બેઠી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

આ લિસ્ટમાં અનુષ્કા શર્માને શામેલ કરવાનું કોઈ કેવી રીતે ભૂલી શકે છે. લાખોની પસંદ અનુષ્કા જ્યારે આ હોઠ સાથે સામે આવી હતી ત્યારે લોકો ચોંકી ગયા હતા.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં જ્યારે મલ્લિકા શેરાવત કેમેરા સામે આવી તો તેના ડ્રેસ કરતા વધુ ધ્યાન તેના હોઠ પર ગયુ. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે મલ્લિકા શેરાવતે પોતાના હોઠ સાથે છેડછાડ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X