For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : બીજા માણસની જિંદગી જીવવી રોમાંચક : વિદ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 જુલાઈ : અભિનેત્રી વિદ્યા બાલન કહે છે કે અભિનય આપને પોતાનાથી જુદા કોઈક બીજા માણસની જિંદગી જીવવાની તક આપે છે. કોઇક બીજાની દુનિયામાં જીવવાનો રોમાંચ જુદો જ હોય છે. વિદ્યાએ પડદા ઉપર અનેક જુદી-જુદી ભમિકાઓ ભજવી છે.

વિદ્યા બાલને એક ઇંટરવ્યૂમાં જણાવ્યું - મને નથી લાગતું કે અભિનય માત્ર એક કામ છે. આ કોઈ બીજા માણસની દુનિયામાં જીવવાનો મોકો છે કે જે આપ અગાઉ ક્યારેય ન રહ્યાં હોવ. એક અભિનેત્રી હોવાના નાતે મને લાગે છે કે કોઇક બીજાની જિંદગીને જીવવું ખૂબ જ રોમાંચક છે.

તાજેતરમાં જ રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મમાં એક પંજાબણ મહિલાના રોલમાં નજરે પડનાર વિદ્યા બાલન કહે છે - હું હમેશા પોતાના પાત્રો સાથે સામંજસ્ય બેસાડવાનો પ્રયત્ન કરુ છું અને આ વખતે પણ તેવું કરવામાં સફળ રહી. હું કદાચ વિદ્યા રહી કાયમ ખુશ નહીં રહી શકું, પણ પોતાના પાત્રોમાં થોડોક સમય ખુશ રહી શકાય છે અને આ બાબતે હું પોતાની જાતને પોતાના પાત્રો સાથે જોડાયેલી અનુભવુ છું.

જોકે ઇમરાન હાશમી સાથેની ઘનચક્કર ફિલ્મ ખાસ સફળ ન રહી, પણ દર્શકો અને સમીક્ષકોએ વિદ્યાના કામના વખાણ જરૂર કર્યાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બૉલીવુડના ચોથા ખાન

બૉલીવુડના ચોથા ખાન

બૉલીવુડમાં ચોથા ખાનની ઉપાધિ જો વિદ્યા બાલનને અપાતી હોય, તો તેમાં ખોટું નથી. વગર ઝીરો સાઇઝે અને કાતિલ અદાઓએ થિયેટરોમાં લોકોને પોતાની ફિલ્મ તરફ ખેંચનાર અભિનેત્રી વિદ્યા બાલન જ છે. વિદ્યાના બળે ફિલ્મો ચાલે છે. આ વાત માત્ર લોકો જ નહિં, પણ નિર્માતા-દિગ્દર્શકો પણ માને છે. એટલે જ તો તેમને કેન્દ્રમાં રાખી સ્ક્રિપ્ટ લખાય છે.

વખાણ બદલ કૃતજ્ઞ

વખાણ બદલ કૃતજ્ઞ

કહાની તેમજ ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં કેન્દ્રીય ભૂમિકા ભજવનાર વિદ્યા કહે છે - જ્યારે લોકો મારા કામના વખાણ કરે છે, તો હું બહુ કૃતજ્ઞ અનુભવું છું. હું બસ પોતાનું કામ કરૂ છું.

કેન્દ્રીય રોલ ન હોવાનો અફસોસ નથી

કેન્દ્રીય રોલ ન હોવાનો અફસોસ નથી

ફિલ્મ ઘનચક્કરમાં ઇમરાન હાશમ મુખ્ય ભૂમિકામાં હતાં. વિદ્યા કહે છે - હું ફિલ્મમાં કેન્દ્રીય રોલમાં નહોતી. મને આ વાતનો કોઈ અફસોસ નથી. મારું સપનું માત્ર અભિનેત્રી બનવુ હતું અને હું પોતાના સમ્પૂર્ણતા સાથે જીવી રહી છું.

લગ્ન બાદ પ્રથમ ફિલ્મ

લગ્ન બાદ પ્રથમ ફિલ્મ

વિદ્યાએ ડિઝની યૂટીવીના મૅનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કર્યાં છે અને ઘનચક્કર લગ્ન બાદ તેમની પ્રથમ ફિલ્મ હતી.

નિર્માણ ક્ષેત્રે નહીં

નિર્માણ ક્ષેત્રે નહીં

વિદ્યા કહે છે કે તેઓ પતિની જેમ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવાનો ઇરાદો નથી ધરાવતાં.

English summary
From a single mother to a sex symbol, Vidya Balan has portrayed a range of characters on the big screen and says acting allows you to live another person's world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X