જ્યારે ફૅશનના નિર્માતા મધુર ભંડારકર રૅમ્પ ઉપર ઉતર્યા
મુંબઈ, 15 એપ્રિલ : ફૅશન ઉદ્યોગ ઉપર ફિલ્મ બનાવી ચર્ચિત થયેલાં ફિલ્મકાર મધુર ભંડારકર તાજેતરમાં જ સમ્પન્ન થયેલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ જ્વૅલરી વીક (આઈઆઈજેડબ્લ્યૂ)માં પોતે રૅમ્પ ઉપર ઉતર્યાં.

મધુર ભંડારકર દ્વારા નિર્મિત ફિલ્મ ફૅશન ખૂબ જ ચર્ચામાં રહી હતી અને આ ફિલ્મે મધુરને એક નવો મુકામ આપ્યો હતો. મધુર ભંડારકરે રૅમ્પ ઉપર ઉતરવાના પોતાના અનુભવને બહેતરીન બતાવ્યો.
બૉલીવુડના જાણીતાં દિગ્દર્શક મધુર ભંડારકરે રવિવારના રોજ પોતાના આ અનુભવ અંગે ટ્વિટ કર્યું - આઈઆઈજેડબ્લ્યૂમાં શનિવાર પી. સી. જ્વૅલર્સ માટે રૅમ્પ ઉપર ઉતર્યો. રૅમ્પના બીજા છેડે હોવા વખતે એક સારો અનુભવ મળ્યો.
નોંધનીય છે કે 44 વર્ષીય મધુર ભંડારકર પેજ 3, કૉર્પોરેટ અને હીરોઇન જેવી ફિલ્મો માટે પણ જાણીતાં છે.












Click it and Unblock the Notifications
