દિલની સિક્વલ બનશે, પણ ‘મધુ’ માત્ર આયટમ સૉંગ કરશે!

મુંબઈ, 31 ઑગસ્ટ : 1990માં આવેલી હિટ ફિલ્મ દિલની સિક્વલ બનવાની છે. ઇન્દ્ર કુમાર પોતાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ દિલની હવે સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે દિલના મધુ એટલે કે માધુરી દીક્ષિત સિક્વલમાં આયટમ સૉંગ કરી શકે છે. ઇન્દ્ર કુમાર દિલની સિક્વલ સાથે પોતાના પુત્રી શ્વેતા કુમારને લૉન્ચ કરવાના છે. ફિલ્મના હીરો અને અન્ય કલાકારોની પસંદગી હજી બાકી છે.

madhuir-shwetakumar

ઇન્દ્ર કુમારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે આમિર ખાન અને માધુરી દીક્ષિત અભિનીત હિટ ફિલ્મ દિલની સિક્વલમાં પણ માધુરી દીક્ષિત કામ કરે, પછી ભલે તેઓ એક આયટમ સૉંગ કરી આપે. ઇન્દ્ર કુમાર આ અંગે માધુરીને આગ્રહ કરશે. તેમણે સિક્વલમાં આમિર ખાન હોવા અંગે કશુંય કહ્યું નથી. તેમણે જણાવ્યું કે દિલ 2 પણ પ્રણય-કથા જ હશે અને હું ઇચ્છુ છું કે દિલની જેમ દિલ 2માં પણ માધુરી દીક્ષિત હોય.

ઇન્દ્ર કુમારે જણાવ્યું કે માધુરી દીક્ષિત એક ખૂબ જ ટૅલેંટેડ અભિનેત્રી છે અને તાજેતરમાં જ યે જવાની હૈ દીવાની ફિલ્મમાં તેમનું ઘાઘરા આયટમ સૉંગ પણ લોકપ્રિય થયુ છે. તેથી તેઓ ઇચ્છે છે કે માધુરી દિલ 2માં પણ પોતાની હાજરી નોંધાવે. તેમણે જણાવ્યું કે દિલ 2માં તેઓ પોતાના પુત્રી શ્વેતા કુમાર ઉપરાંત કેટલાંક નવા કલાકારોને લેવા અંગે વિચારી રહ્યાં છે. શ્વેતા કુમાર અગાઉ હિમેશ રેશમિયાની 2008માં આવેલી કર્ઝ ફિલ્મમાં દેખાઈ ચુક્યાં છે, પરંતુ શ્વેતા માટે તે ખાસ નહોતી રહી. હવે જોઇએ કદાચ માધુરી દીક્ષિત આયટમ સૉંગ માટે તૈયાર થઈ જાય, તો શ્વેતાનો ભાગ્ય પણ ચમકી જશે.

નોંધનીય છે કે ઇન્દ્ર કુમારની આગામી ફિલ્મ ગ્રાન્ડ મસ્તી આવી રહી છે કે જે મસ્તી ફિલ્મની સિક્વલ છે. તેઓ દિલ ઉપરાંત રાજા, બેટા અને ધમાલ જેવી હિટ ફિલ્મો પણ આપી ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X