દર્શકોને હસાવવા માંગે છે ધક ધક ગર્લ માધુરી દીક્ષિત
મુંબઈ, 2 માર્ચ : બૉલીવુડના ધક ધક ગર્લ તરીકે જાણીતાં માધુરી દીક્ષિત હવે દર્શકોને હસાવવા માંગે છે. માધુરી દીક્ષિતે તાજેતરમાં જ બૉલીવુડમાં કમબૅક કર્યું છે. ટુંકમાં જ તેમની ગુલાબ ગૅંગ અને ડેઢ ઇશ્કિયા ફિલ્મો રિલીઝ થનાર છે. આ ફિલ્મોમાં માધુરી દીક્ષિત કેટલાંક શ્રેષ્ઠ અને ગંભીર પ્રકારના રોલ કરી રહ્યાં છે, પરંતુ માધુરીનું કહેવું છે કે હવે તેઓ લોકોને હસાવવા પણ માંગે છે.

માધુરી દીક્ષિતનું કહેવું છે કે તેઓ એક જ પ્રકારના રોલ કરી પોતાને કોઈ સીમાડામાં બાંધવા નથી માંગતાં, પણ તેઓ દરેક પ્રકારના રોલ કરી પોતાને સાબિત કરવા માંગે છે.
માધુરી દીક્ષિતે મીડિયા સાથે વાતચીત દરમિયા જણાવ્યું - હું ફિલ્મોમાં દરેક પ્રકારની ભૂમિકા ભજવવા માંગુ છું. હું કૉમેડી કરવા માંગુ છું. હું વિવિધતાસભર પાત્રો ભજવવા માંગુ છું, પરંતુ આ બધુ અવલમ્બે છે મને મળનાર ફિલ્મોની ઑફર્સ પર અને તેમાંથી હું કઈ ઑફર્સ પર કામ કરવાનું પસંદ કરુ છું.












Click it and Unblock the Notifications
