For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

First Look : ગુલાબ ગૅંગના માધુરીમાં મૃત્યુદંડની કેતકીની ઝલક!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 31 જુલાઈ : પ્રકાશ ઝા નિર્મિત-દિગ્દર્શિત મૃત્યુદંડ ફિલ્મ યાદ છે? હા જી, કદાચ ફિલ્મ યાદ નહિં હોય, તો પણ કેતકી અને તેનો સંઘર્ષ તો જરૂર યાદ હશે. કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં. માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં.

સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મમાં પણ માધુરી દીક્ષિત મુખ્ય રોલમાં છે, તો એક વખતના તેમના કટ્ટર હરીફ જુહી ચાવલા પ્રથમ વાર માધુરી દીક્ષિત સાથે સ્ક્રીન શૅર કરી રહ્યાં છે. ફિલ્મમાં માધુરી-જુહી ઉપરાંત તનિષ્ઠા ચૅટર્જી, શિલ્પા શુક્લા તેમજ માહી ગિલ પણ લીડ રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે કે જેમાં માધુરી દીક્ષિત એક્શનમાં દેખાઈ રહ્યાં છે.

ગુલાબ ગૅંગ ફિલ્મ ઉત્તર પ્રદેશના મહિલા સામાજિક કાર્યકર સમ્પત પાલ તથા મહિલાઓના તેમના જૂથ ગુલાબી ગૅંગની વાર્તા છે. આ જૂથ રાજ્યમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે. બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત તથા જુહી ચાવલા આ ફિલ્મમાં કેન્દ્રીય ભૂમિકામાં છે. બંને અભિનેત્રીઓને વિશ્વાસ છે કે ફિલ્મમાં તેમની ભૂમિકા દર્શકોને જરૂર પ્રભાવિત કરશે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સમ્પત પાલ પર આધારિત

સમ્પત પાલ પર આધારિત

સૌમિક સેન દિગ્દર્શિત આ ફિલ્મ ઉત્તર પ્રદેશના મહિલા સામાજિક કાર્યકર સમ્પત પાલ તથા મહિલાઓના તેમના જૂથ ગુલાબી ગૅંગની વાર્તા છે. આ જૂથ રાજ્યમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે.

ફર્સ્ટ લુક જારી

ફર્સ્ટ લુક જારી

સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત મુખ્ય રોલમાં છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે કે જેમાં માધુરી દીક્ષિત એક્શનમાં દેખાઈ રહ્યાં છે.

એક્શનમાં માધુરી

એક્શનમાં માધુરી

કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં. માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં.

પહેલી વાર જુહી સાથે

પહેલી વાર જુહી સાથે

માધુરી દીક્ષિત એક વખતના તેમના કટ્ટર હરીફ જુહી ચાવલા સાથે પ્રથમ વાર સ્ક્રીન શૅર કરી રહ્યાં છે.

સૌમિક બન્યાં સેતુ

સૌમિક બન્યાં સેતુ

જુહી-માધુરીને એક સાથે લાવવામાં ગુલાબ ગૅંગના દિગ્દર્શક સૌમિક સેને સેતુ તરીકેની ભૂમિકા ભજવી.

English summary
Madhuri Dixit will do action in "Gulaab Gang" movie, which is based on the real life story of women's grit and determination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X