Pics : ‘લિટ્ટેને ખોટી રીતે રજૂ નથી કરાયું મદ્રાસ કૅફેમાં’
મુંબઈ, 6 ઑગસ્ટ : 23મી ઑગસ્ટે રૂપેરી પડદે જ્હૉન અબ્રાહમ નિર્મિત ફિલ્મ મદ્રાસ કૅફે પહોંચી રહી છે. એક બાજુ મદ્રાસ કૅફે પહેલા અને પછી મોટી ફિલ્મો રિલીઝ થતી હોવાથી જ્હૉન ચિંતામાં છે, તો બીજી બાજુ તામિળ સંગઠનોએ ફિલ્મ અંગે હોબાળો શરૂ કર્યો છે. તામિળ સંગઠનો કહી રહ્યાં છે કે ફિલ્મમાં તામિળ વ્યાઘ્રો સંગઠન એટલે કે લિટ્ટેને ખોટી રીતે રજૂ કરાયું છે. તેથી તેઓ ફિલ્મ રિલીઝ સામે વાંધો ઉઠાવી રહ્યાં છે.
આ અંગે કોઈ હોબાળો ઊભો થાય, તે પહેલાં જ જ્હૉને પરિસ્થિતિની ગંભીરતા સમજી સ્પષ્ટતા કરી દીધી છે. જ્હૉને ગઈકાલે ફિલ્મ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું કે તેમની ફિલ્મમાં કોઈ વ્યક્તિ વિશેષ કે સંગઠન વિશેષ ઉપર કોઈ ટીકા-ટિપ્પણી કરવામાં આવી નથી અને નથી કોઈને આતંકવાદી તરીકે દર્શાવાયું છે. જ્હૉન અબ્રાહમ તો વિરોધ કરનારાઓ માટે ફિલ્મનો એક પ્રિવ્યૂ શો કરવા માટે પણ તૈયાર છે.
જોકે જ્હૉને જણાવ્યું કે ફિલ્મ કેટલાંક સત્ય તથ્યો ઉપર આધારિત જરૂર છે. તામિળ સમર્થક સંગઠન નામ તમિજારના સંસ્થાક સીમને લિટ્ટેને ખોટી રીતે ચિતરવાનો આરોપ લગાવતાં મદ્રાસ કૅફે ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. સુજીત સરકાર દિગ્દર્શિત મદ્રાસ કૅફેમાં નરગિસ ફખરી પણ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

જ્હૉનની સ્પષ્ટતા
જ્હૉને ગઈકાલે ફિલ્મ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું કે તેમની ફિલ્મમાં કોઈ વ્યક્તિ વિશેષ કે સંગઠન વિશેષ ઉપર કોઈ ટીકા-ટિપ્પણી કરવામાં આવી નથી અને નથી કોઈને આતંકવાદી તરીકે દર્શાવાયું છે. જ્હૉન અબ્રાહમ તો વિરોધ કરનારાઓ માટે ફિલ્મનો એક પ્રિવ્યૂ શો કરવા માટે પણ તૈયાર છે.

તામિળ સંગઠનોએ કર્યો વિરોધ
જ્હૉને જણાવ્યું કે ફિલ્મ કેટલાંક સત્ય તથ્યો ઉપર આધારિત જરૂર છે. તામિળ સમર્થક સંગઠન નામ તમિજારના સંસ્થાક સીમને લિટ્ટેને ખોટી રીતે ચિતરવાનો આરોપ લગાવતાં મદ્રાસ કૅફે ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

જ્હૉનનો અલગ અવતાર
જ્હૉન અબ્રાહમ મદ્રાસ કૅફેમાં એકદમ અલગ અંદાજમાં દેખાશે. એમ કહો કે લોકોને તેમનો નવો અવતાર આ ફિલ્મમાં દેખાશે.

નરગિસ ફખરી
સુજીત સરકાર દિગ્દર્શિત મદ્રાસ કૅફે ફિલ્મમાં નરગિસ ફખરી પણ છે.

શ્રીલંકામાં પણ શૂટિંગ
આતંકવાદ તેમજ ગૃહ યુદ્ધનું ચિત્રણ કરનાર મદ્રાસ કૅફે ફિલ્મનું શૂટિંગ ભારત તેમજ શ્રીલંકામાં થયું છે.












Click it and Unblock the Notifications
