ભાગ મિલ્ખા ભાગ સાથે લૉન્ચ થશે મદ્રાસ કૅફેનું ટ્રેલર
મુંબઈ, 10 જુલાઈ : બૉલીવુડ અભિનેતા જ્હૉન અબ્રાહમની આગામી ફિલ્મ મદ્રાસ કૅફેનું ટ્રેલર આ શુક્રવારે રૂપેરી પડદે આવતી ફરહાન અખ્તર અભિનીત ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ સાથે લૉન્ચ કરાશે.

મદ્રાસ કૅફે ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ તથા નરગિસ ફખરી લીડ રોલમાં છે. ફિલ્મના દિગ્દર્શક સુજીત સરકાર છે. સુજીત સરકાર ફિલ્મના ટ્રેલર અંગે ખૂબ જ ઉત્સાહિત અને ઉત્સુક છે.
તેમણે એક વાતચીતમાં જણાવ્યું - મદ્રાસ કૅફેનું ટ્રેલર ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ સાથે જારી કરવામાં આવશે. હું દર્શકોની પ્રતિક્રિયા જાણવા બહુ જ ઉત્સુક છું. સરકારના જણાવ્યા મુજબ મદ્રાસ કૅફે બાકીની ફિલ્મો કરતાં જુદી છે. તેમણે જણાવ્યું - આ ફિલ્મ યથાર્થ પર આધારિત જાસૂસી કથા ધરાવતી ફિલ્મ છે. હું ફિલ્મ અંગે સમ્પૂર્ણપણે સંતુષ્ટ છું, પરંતુ જોઇએ હવે દર્શકોના કેવા પ્રત્યાઘાતો સાંપડે છે.












Click it and Unblock the Notifications
