યહ તો હોના હી થા : બાદશાહ-દબંગ મિલનથી ખુશ ભટ્ટ
મુંબઈ, 24 જુલાઈ : ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને દબંગ સલમાન ખાન વચ્ચે થયેલી સુલેહથી ખૂબ જ ખુશ છે. ભટ્ટનું કહેવું છે કે આ તો થવાનું જ હતું.

મહેશ ભટ્ટે અજય બહેલની બીએ પાસ ફિલ્મ સંદર્ભે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આ વાત જણાવી. આ પ્રસંગે ફિલ્મના ભરત શાહ, અભિનેત્રી શિલ્પા શુક્લા અને અન્ય કલાકારો પણ હાજર હતાં. મહેશ ભટ્ટે જણાવ્યું - શાહરુખ-સલમાને એક-બીજાને ભેંટી એવો સંદેશ આપ્યો છે કે બે લોકો વચ્ચે મતભેદ હોઈ શકે, પણ એવું નથી કે તે મતભેદો દૂર જ ન કરી શકાય.
તેમણે જણાવ્યું - રમઝાનના પવિત્ર મહીનામાં જ્યારે લોકો પોતાના મતભેદો ભુલાવી શાંતિ અને સૌહાર્દની વાતો કરે, ત્યારે એવું ન બની શકે કે ઇફ્તાર પાર્ટીમાં લોકો મળે અને એક-બીજાને ગળે ન લગાડે. મહેશ ભટ્ટે શાહરુખ ખાન અને સલમાન ખાન બંનેને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યાં. ભટ્ટે જણાવ્યું - બંનેએ દેશમાં હકારાત્મક વાતાવરણનું નિર્માણ કર્યું છે.
નોંધનીય છે કે સલમાન ખાન અને શાહરુખ ખાન વચ્ચે 2008માં કૅટરીના કૈફના જન્મ દિવસે યોજાયેલ પાર્ટીમાં ઝગડો થયો હતો. તાજેતરમાં જ કોંગ્રેસ ધારાસભ્ય બાબા સિદ્દીકી દ્વારા અપાયેલ ઇફ્તાર પાર્ટીમાં બંને એક-બીજાને ભેંટ્યા હતાં.












Click it and Unblock the Notifications
