Box Office : આ શુક્રવારે પડદા પર લવ કૉમેડી અને પાણીનો કકળાટ!

મુંબઈ, 3 એપ્રિલ : છેલ્લા કેટલાંક અઠવાડિયાઓથી દર શુક્રવારે બૉક્સ ઑફિસે એક સાથે ઓછામાં ઓછી બે ફિલ્મો તો રિલીઝ થઈ જ રહી છે. એક જ શુક્રવારે અનેક ફિલ્મો રિલીઝ થતા દર્શકો પાસે પણ પોતાનું વીકેન્ડ પસાર કરવાના અનેક ઑપ્શન હોય છે. આ અઠવાડિયે એટલે કે શુક્રવારે પણ બે બૉલીવુડ તથા એક હૉલીવુડ સહિત ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

જ્યાં સુધી બૉલીવુડની વાત છે, તો એક બાજુ છે કૉમેડી કિંગ ડેવિડ ધવન દિગ્દર્શિત મૈં તેરા હીરો કે જે અંગો લોકોમાં બહુ ઉત્સુકતા છે, કારણ કે પહેલી વાર પિતા ડેવિડ અને પુત્ર વરુણ ધવન સાથે કામ કરી રહ્યા છે અને ફિલ્મમાં ત્રણ હૉટ અભિનેત્રીઓ નરગિસ ફખરી, ઇલિયાના અને એવલીન શર્માનો સમાવેશ થાય છે, તો બીજી બાજુ જલ ફિલ્મ રિલીઝ થઈ રહી છે કે જે પાણીના કકળાટ પર આધારિત ફિલ્મ છે. જલમાં નવા ચહેરાઓ નજરે પડવાના છે. ફિલ્મમાં પાણી અંગે બે ગામો વચ્ચેના ઝગડાને દર્શાવવામાં આવ્યું છે.

ચાલો તસવીરો સાથે જોઇએ આ શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો :

મૈં તેરા હીરો

મૈં તેરા હીરો

આ શુક્રવારે એટલે કે 4થી એપ્રિલે ડેવિડ ધવનની ફિલ્મ મૈં તેરા હીરો રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં વરુણ ધવન, નરગિસ ફખરી, ઇલિયાના અને એવલીન શર્મા છે.

કૉમેડી ફિલ્મ

કૉમેડી ફિલ્મ

ડેવિડ ધવન કૉમેડી ફિલ્મો માટે જાણીતા છે. તેમણે ગોવિંદા સાથે મળી અનેક કૉમેડી ફિલ્મો આપી છે. હવે ડેવિડ પહેલી વાર પુત્ર વરુણ ધવન સાથે કૉમેડી ફિલ્મ મૈં તેરા હીરો લઈને આવી રહ્યાં છે કે જે અંગે લોકોમાં ખૂબ ઉત્સુકતા છે.

જલ

જલ

યહાં પાણીને લીધે કોઈ કુછ ભી કર સકતા હૈ.... હા જી, આ વાત છે કચ્છના રણ પર આધારિત ફિલ્મ જલની. જલ પાણી માટેના યુદ્ધનું રણશીંગુ ફૂંકે છે. ફિલ્મમાં પાણીની તંગીની સમસ્યાને ઉજાગર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે રિલીઝ થઈ રહી છે.

નવા ચહેરાઓ

નવા ચહેરાઓ

જલ ફિલ્મના કલાકારો પૂરબ કોહલી, કીર્તિ કુલ્હારી, મુકુલ દેવ તથા સૈદાહ જૂલ્સ છે. ફિલ્મમાં તનિષ્ઠા ચૅટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે.

નવા ચહેરાઓ

નવા ચહેરાઓ

જલ ફિલ્મના કલાકારો પૂરબ કોહલી, કીર્તિ કુલ્હારી, મુકુલ દેવ તથા સૈદાહ જૂલ્સ છે. ફિલ્મમાં તનિષ્ઠા ચૅટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X