રૉકસ્ટાર ગર્લ નરગિસને ‘મૈં તેરા હીરો’ કહેશે સ્ટુડન્ટ વરુણ
મુંબઈ, 14 મે : રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરીએ પોતાની પ્રથમ ફિલ્મમાં જ દર્શાવી દીધુ હતું કે તેઓ ફિલ્મોમાં દરેક અંદાજમાં દેખાઈ શકે છે. તેઓ લિપલૉક કરી શકે, ઇંટીમેટ થઈ શકે, બિકિની પહેરી શકે. આમ છતાં તેમની પાસે બીજી કોઈ હિન્દી ફિલ્મ આવી નહીં, પરંતુ આવા બિંદાસ્ત ગર્લ ઉપર એકતા પ્રોડક્શનની નજર કેમ ન પડે? હવે એકતા કપૂરની નજર પડી ગઈ છે અને નરગિસ ફખરીને તેણે સાઇન પણ કરી લીધી છે. ફિલ્મનું નામ છે મૈં તેરા હીરો.

મૈં તેરા હીરો ફિલ્મમાં નરગિસ સાથે હીરો બનશે કરણ જૌહરના હૉટ સ્ટુડન્ટ વરુણ ધવન. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં પગ મૂકનાર વરુણ ધવન ઉપરાંત ફિલ્મમાં ઇલિયાના ડીક્રૂઝ પણ નરગિસ સાથે સ્ક્રીન શૅર કરશે. ખાસ વાત એ છે કે નરગિસ અને ઇલિયાના બંનેએ અગાઉ રણબીર કપૂર સાથે સ્ક્રીન શૅર કરી છે. બંનેને રણબીર સાથે પસંદ પણ કરાયાં છે.
હવે જોઇએ વરુણ ધવન સાથે આ બંને હસીનાઓને જોઈ લોકો કેવા પ્રતિભાવો આપે છે? ફિલ્મના નિર્માતા એકતા કપૂર છે, પરંતુ વધુ એક ખાસ વાત એ છે કે ફિલ્મનું દિગ્દર્શન વરુણના પિતા ડેવિડ ધવન કરશે.












Click it and Unblock the Notifications
