6 વર્ષ બાજ જુદા પડ્યા મલાઈકા અરોરા-અર્જુન કપૂર? જાણો કેમ?
અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ જોડીની ગણતરી બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર જોડીઓમાં થાય છે. જો કે હવે અહેવાલ છે કે બન્ને વચ્ચે બધુ ઠીક નથી.
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા 2017થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ કપલ વચ્ચે મતભેદ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં આવ્યા હતા. ઉંમરના તફાવતને અવગણીને બંનેએ બધાની સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. પરંતુ આ દરમિયાન મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થઈ ગયું છે અને બંને અલગ થઈ ગયા હોવાના અહેવાલ છે.
સૂત્રો અનુસાર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધો હવે પૂરા થઈ ગયા છે. બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ બાબતે મૌન જાળવી રાખશે. હાલમાં તે આ સંબંધ માટે કોઈને પબ્લિસિટી કરવાનો મોકો આપવા માંગતા નથી.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મલાઈકા અને અર્જુન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતો અને બંને એકબીજાના દિલમાં ખાસ સ્થાન રાખશે.
અહેવાલો અનુસાર, બંને વચ્ચે કોઈ ઝઘડો નથી અને તેઓ હંમેશા મિત્રો રહેશે. જો કે, મલાઈકા અને અર્જુને શા માટે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ સમાચાર સામે આવ્યા બાદ કપલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.
અર્જુન અને મલાઈકા પહેલીવાર 2018માં સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના સંબંધો વિશે ઘણા સમાચાર આવવા લાગ્યા. બંનેએ મલાઈકાના 45માં જન્મદિવસ પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન ઘણા સમયથી સાથે જોવા મળ્યા નથી અને ન તો તેઓ એક સાથે પોતાની તસવીરો શેર કરે છે.












Click it and Unblock the Notifications
