Malaika arora boyfriend : સ્ટાર ક્રિકેટરને ડેટ કરી રહી છે મલાઈકા અરોરા? મેચ દરમિયાન કેમેરામાં કેદ થઈ

Malaika arora boyfriend : ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા કેમેરામાં કેદ થઈ હતી.

મલાઈકા અરોરા શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને હાલમાં રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારા સાથે સ્ટેડિયમમાં જોવા મળી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.

Malaika arora boyfriend

મલાઈકા અરોરા રાજસ્થાન રોયલ્સની ટી-શર્ટ પહેરીને મેચનો આનંદ માણતી જોવા મળી, જેનાથી ફેન્સમાં નવી ચર્ચાઓ શરૂ થઈ. લોકો મલાઈકાના રોયલ્સ તરફના સપોર્ટ પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

મલાઈકા અને સંગાકારાની સાથેની તસવીરો અને વિડિઓઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. આ સાથે જ ફેન્સ તેમની જોડીને લઈને વિવિધ તુક્કા લગાવી રહ્યા છે.

કેટલાક યુઝર્સ લખી રહ્યા છે કે મલાઈકા અને સંગાકારા વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે. કેટલાક મલાઈકાના તાજેતરના રિલેશનશિપ સ્ટેટસને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે.

મલાઈકા અરોરાનું નામ છેલ્લા કેટલાક સમયથી અભિનેતા રાહુલ વિજય સાથે જોડાઈ રહ્યું છે. આ પહેલા તે ઘણા સમય સુધી અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં રહી હતી.

મલાઈકા હંમેશા પોતાની બોલ્ડ ઇમેજ અને ગ્લેમરસ લૂક્સ માટે જાણીતી છે. 50 વર્ષની ઉંમરે પણ તે તેની અદાઓથી લોકોને ઘાયલ કરી નાખે છે.

મલાઈકા અરોરા આજ પણ બોલિવૂડની સૌથી આકર્ષક અભિનેત્રીઓમાંની એક છે. તેની ફિટનેસ અને ગ્લેમરસ સ્ટાઈલ યુવાનોને પ્રેરણા આપે છે. જો કે, હાલ તેની ખાનગી જિંદગી અને નવા સંબંધો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.

મલાઈકાએ પોતાનું કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું, પરંતુ તેની અને સંગાકારાની સાથેની તસવીરોને કારણે ચાહકોમાં રોમાન્સની અટકળો જોર પકડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X