કોરોના પૉઝિટીવ થવાથી દુઃખી મલાઈકા અરોરાએ દીકરા માટે લખી ભાવુક પોસ્ટ

મલાઈકાએ પોતાના દીકરા માટે પણ એક ભાવુક પોસ્ટ લખી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

કોરોના વાયરસ સંક્રમિત મલાઈકા અરોરા હાલમાં પોતાના ઘરમાં તેનો ઈલાજ કરાવી રહી છે. તેણે ખુદને ક્વૉરંટાઈન કરી લીધી છે. કોરોના થતાં પહેલા મલાઈકા અરોરા પોતાના દીકરા સાથે રહેતી હતી. મલાઈકા અરોરા સતત સોશિયલ મીડિયા પર સક્રિય છે. કોરોના થયા બાદ મલાઈકા પોતાનુ દર્દ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા વ્યક્ત કરી રહી છે. મલાઈકાએ કોરોના વેક્સીન પર પોતાની પોસ્ટ લખી. વળી, બીજી તરફ મલાઈકાએ પોતાના દીકરા માટે પણ એક ભાવુક પોસ્ટ લખી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

દીકરા અરહાનને યાદ કરી રહી છે મલાઈકા

દીકરા અરહાનને યાદ કરી રહી છે મલાઈકા

આ પોસ્ટમાં મલાઈકા અરોરા પોતાના દીકરાને યાદ કરી રહી છે. મલાઈકા દીકરા સાથે પોતાના ડૉગીને પણ ખૂબ યાદ કરી રહી છે. મલાઈકાએ પોસ્ટ કરેલ ફોટોમાં તેનો દીકરો અને ડૉગી દૂરથી તેને જોતા દેખાઈ રહ્યા છે. મલાઈકાએ લખ્યુ કે પ્રેમ કોઈ સીમાઓને નથી જાણતુ. સોશિયલ ડિસ્ટંસીંગ અને સેલ્ફ ક્વૉરંટાઈન સાથે અમે એકબીજાને જોવાની રીત શોધી લીધી.

મલાઈકાને દૂરથી જોઈ રહ્યા છે અરહાન અને ડૉગી

મલાઈકાને દૂરથી જોઈ રહ્યા છે અરહાન અને ડૉગી

મલાઈકાએ આગળ લખ્યુ કે અમે એકબીજા સાથે વાત કરવાની રીત શોધી લીધી છે. મારુ દિલ તૂટી જાય છે કે હું હજુ થોડા દિવસ બંને બાળકોને ગળે નહિ મળી શકુ. તેમના પ્રેમાળ ચહેરા મને તાકાત અને એનર્જી આપી છે. આ સમય પણ પસાર થઈ જશે.

મલાઈકાની જગ્યાએ નોરા ફતેહી જજ

મલાઈકાની જગ્યાએ નોરા ફતેહી જજ

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા કોરોના થતા પહેલા શૂટિંગ પણ કરી રહી હતી. ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસરમાં તે જજ તરીકે જોવા મળી રહી હતી. મલાઈકાની જગ્યાએ હાલમાં નોરા ફતેહીને જજ તરીકે બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી સંક્રમિત થવાના થોડા દિવસ પહેલા મલાઈકા અરોરાએ પોતાની ખાસ દોસ્તો સાથે એક પાર્ટી કરી હતી જેમાં કરીના કપૂર ખાન પણ હતી. હાલમાં જ કરીનાએ પોતાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સંભળાવ્યા.

કરીના કપૂર સાથે પાર્ટી

કરીના કપૂર સાથે પાર્ટી

ઉલ્લેખનીય છે કે કોરોનાથી સંક્રમિત થવાના થોડા દિવસ પહેલા મલાઈકા અરોરાએ પોતાની ખાસ દોસ્તો સાથે એક પાર્ટી કરી હતી જેમાં કરીના કપૂર ખાન પણ હતી. હાલમાં જ કરીનાએ પોતાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સંભળાવ્યા.

કોરોના અને મલાઈકા

કોરોના અને મલાઈકા

થોડા દિવસ પહેલા એ સમાચાર આવ્યા હતા કે મલાઈકા અરોરાની બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે, ત્યાં કોરોના કેસ મળ્યા છે માટે મલાઈકા ઘરમાં ઘણા દિવસોથી બંધ છે, ત્યારબાદ મલાઈકા 4 મહિના બાદ શૂટિંગ પર વાપસી કરી. ત્યારબાદ તે ખુદ જ કોરોનાનો શિકાર થઈ ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X