અર્જૂન કપૂર સાથે સ્કોટલેન્ડની વાદીઓમાં રોમાન્સ કરતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ ફોટો
બોલિવૂડમાં મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરના રોમાન્સની ખૂબ ચર્ચાઓ છે. બન્ને દિલ ખોલીને એકબીજા પર પ્રેમ લુટાવતા જોવા મળે છે. હવે બોલિવૂડનું આ હોટ કપલ સ્કોટલેન્ડ પહોંચ્યુ છે. અહીંની વાદીઓમાં બન્ને રોમાન્સ કરતા જોવા મળ્યા છે.

હોટ એન્ડ બોલ્ડ ફોટો અને અને ગ્લેમરસ અદાઓને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલુ રહેતું આ કપલ હવે ફરી છવાયુ છે. હવે બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. ફોટોમાં બન્ને એકદમ ખુશ જોવા મળી રહ્યા છે અને વાદીનો આનંદ લુંટતા જોવા મળી રહ્યા છે.
આ ફોટો હાલમાં જ મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. બન્ને ફોટોમાં સાથે ફરતા દેખાઈ રહ્યા છે. ફોટો સાથે મલાઈકા અરોરાએ એક કેપ્શન પણ લખ્યુ છે. આ કેપ્શન ફેન્સને પસંદ આવી રહ્યું છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની આ તસવીરો ફેન્સ દ્વારા ઘણી શેર કરવામાં આવી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની આ તસવીર પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું કે, પ્રેમમાં ઉમર મહત્વની નથી. ફેન્સ સાથે સ્ટાર્સ પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ આ પોસ્ટ પર કમેન્ટ કરીને બંનેના વખાણ કર્યા છે.
રોજની જેમ ફોટો જોઈને ટ્રોલ્સ ફરી બન્નેને ટ્રોલ કરતા જોવા મળ્યા છે. કેટલાક ઉંમરને લઈને સવાલો કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
