લગ્નનો મુદ્દો આઉટડેટેડ થઈ ચુક્યો છે - મલ્લિકા
મુંબઈ, 29 સપ્ટેમ્બર : મલ્લિકા શેરાવત કે જેનું નામ હૉલીવુડ એક્ટર એન્ટોનિયો બૅન્ડ્રસ સાથે ઘણાં વખતથી જોડવામાં આવી રહ્યુ હતું તેણે જણાવ્યું છે કે તે પોતાનું સમગ્ર જીવન એકલી વિતાવવા માંગે છે. મલ્લિકાનું કહેવું છે કે તે ક્યારેય લગ્ન નહિં કરે. તેને માટે લગ્નનો મુદ્દો આઉટડેટેડ થઈ ચુક્યો છે અને તેને સિંગલ રહેવું પસંદ છે.

મલ્લિકા હાલ 35 વરસની થઈ ચુકી છે અને તે નથી ઇચ્છતી કે લગ્ન કરી તે પોતાની ફૅન ફૉલોઇંગ ગુમાવી નાંખે.
તાજેતરમાં જ પીટીઆઈ સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન મલ્લિકાએ જણાવ્યું, ‘મને નથી લાગતું કે હું ક્યારેય લગ્ન કરીશ. હું એટલા માટે કહુ છું કારણ કે મને લાગે છે લગ્નની વાત આઉટડેટેડ થઈ ચુકી છે. મને સિંગલ રહેવું પસં છે. હું શું કામ લગ્ન કરી પોતાના ફૅન્સનો પ્રેમ અને તેમનું ડિવોશન સેક્રીફાઇઝ કરું. મેં ક્યારેય નથી વિચાર્યું કે કયા પ્રકારના માણસ સાથે હું લગ્ન કરવા માંગુ છું. હું હાલ બહુ વ્યસ્ત છું અને બૉલીવુડ સાથે હૉલીવુડ ફિલ્મ પણ કરી રહી છું. સાથે જ પોતાના જીવનની મજા લુંટી રહી છું.'
મલ્લિકા અને હૉલીવુડ એક્ટર એન્ટોનિયો બૅન્ડ્રસ વચ્ચે અફૅરના સમાચારો ત્યારથી આવી રહ્યાં છે, જ્યારથી બંને કેન્સ ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલ સેલિબ્રિટી પાર્ટીમાં એક-બીજા સાથે ડાંસ કરતાં જોવામાં આવ્યાં. જ્યારે મલ્લિકાને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું, ‘આ અંગે હું કોઈ કૉમેન્ટ કરવા નથી માંગતી. મને નથી ખબર કે શું કામ લોકો આ વાત એટલી ચગાવી રહ્યાં છે. મને આ અંગે કોઈ કૉમેન્ટ નથી કરવી.'
પોતાના ફૅશન અંગે મલ્લિકાએ જણાવ્યું કે તેની પસંદગી બહુ બોલ્ડ છે કારણ કે તેમનું જીવન તરફ જોવાનું દૃષ્ટિકોણ જ બોલ્ડ છે. તેમણે જણાવ્યું, ‘મારી ફૅશનને લગતી પસંદગી બહુ બોલ્ડ છે કારણ કે મારી વિચારસરણી તેવી જ છે. મને સરહદો ઓળંગવું પસંદ છે. ભારતમાં ઘણી વાર મારા કપડા અંગે મને ક્રિટીસાઇઝ કરવામાં આવી, પરંતુ વિદેશોમાં એવું ક્યારેય થયુ નથી.'
મલ્લિકા પોતાની આવનાર ફિલ્મ કિસ્મત લવ પૈસા દિલ્લીને લને બહુ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તે વિવેક ઓબેરૉય સાથે નજરે પડશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
