'તમે રાજનીતિમાં કેમ નથી આવતા?', મમતા બેનર્જીના આ સવાલ પર શું બોલી સ્વરા ભાસ્કર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં મળવા માટે સ્વરા ભાસ્કર પહોંચી. જાણો ત્યાં શુંં થયુ.

મુંબઈઃ દેશના અભિનેતા અને અભિનેત્રીઓ પોતાનુ રાજકીય મંતવ્ય શેર કરવા કે દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે બોલવાનુ ટાળતા હોય છે. તે ડરે છે કે એ વિવાદનુ કારણ બની શકે છે પરંતુ બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર આનાથી અલગ છે. તે હંમેશા રાજનીતિ અને દેશ સાથે સંબંધિત મુદ્દાઓ વિશે બોલવાથી ખુદને રોકતી નથી. આવુ જ બુધવારે(1 ડિસેમ્બર)ના રોજ મુંબઈમાં દેખાયુ જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં મળવા માટે સ્વરા ભાસ્કર પહોંચી. સ્વરા ભાસ્કરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દેશના લોકતાંત્રિક સિદ્ધાંતોની રક્ષા કરવાની અપીલ કરી. તેમણે મમતા બેનર્જી સાથે વાય.બી.માં આયોજિત એક સંવાદ સત્ર દરમિયાન ઘણી વાતો કરી.

સ્વરાએ સીએમ મમતા બેનર્જીને જણાવી દેશની મુશ્કેલીઓ

સ્વરાએ સીએમ મમતા બેનર્જીને જણાવી દેશની મુશ્કેલીઓ

મુંબઈના આ કાર્યક્રમમાં સ્વરા ભાસ્કરે મમતા બેનર્જી સામે દેશની ઘણી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે. સ્વરાએ હાલના દિવસોમાં પરેશાન કરતી ઘટનાઓ વિશે અમુક ગંભીર સવાલ પણ કર્યા. દર્શકો વચ્ચે ઉભેલી સ્વરા ભાસ્કરે લગભગ 4 મિનિટ સુધી મંચ પર બેઠેલા મમતા બેનર્જીને સંબોધિત કરીને કાર્યક્રમમાં વાત કરી. તેમણે કૉમેડિયન મુનવ્વર ફારુકીની વાત કરી. જે આ વર્ષની શરુઆતમાં કથિત રીતે પોતાના જોક્સથી હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જેલમાં ગયા હતા અને ત્યારથી બર્બરતાની ધમકી વચ્ચે શો રદ કરવા માટે મજબૂર થયા. સ્વરાએ કહ્યુ, 'તેમણે પ્રતિરોધને જીવિત રાખવા માટે પોતાનુ કરિયર, પોતાની આજીવિકાને જોખમમાં મૂકી દીધી છે.'

મમતાએ સ્વરાને પૂછ્યુ, 'તમે રાજનીતિમાં કેમ નથી આવતા?'

મમતાએ સ્વરાને પૂછ્યુ, 'તમે રાજનીતિમાં કેમ નથી આવતા?'

સ્વરા ભાસ્કરથી ખૂબ પ્રભાવિત થયેલા મમતા બેનર્જીએ ધીરજ પૂર્વક સ્વરાની વાતો સાંભળી અને પૂછ્યુ, 'તમે રાજનીતિમાં કેમ નથી આવતા? તમે એક મજબૂત મહિલા છો.' દર્શકોએ મમતાની વાત સાંભળીને સમર્થનમાં તાળીઓ વગાડી. બાદમાં ધ પ્રિન્ટ સાથે વાતચીકમાં સ્વરા ભાસ્કરે મમતા બેનર્જીની પ્રશંસાનો જવાબ આપ્યો અને કહ્યુ, 'મારી પ્રશંસા કરવી એ તેમની(મમતા)ની કૃપા છે.' તેમણે કહ્યુ, 'મારો સવાલ તેમને કઠોર કાયદા, ખાસ કરીને યુએપીએના દુરુપયોગ વિશે હતો, અને મને એ સાંભળીને ખુશી થઈ કે તે બધાને આશ્વસ્ત કરે છે કે તે એ કાયદાના દુરુપયોગ માટે ઉભા નહિ થાય.'

મમતાએ કહ્યુ - 'શાહરુખ ખાનને શિકાર બનાવવામાં આવ્યા છે...'

મમતાએ કહ્યુ - 'શાહરુખ ખાનને શિકાર બનાવવામાં આવ્યા છે...'

મમતા બેનર્જીએ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની કથિત ડ્રગ્સ કેસમાં ધરપકડ પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યુ, 'શાહરુખ ખાનને શિકાર બનાવવામાં આવ્યા છે.' સ્વરા ઉપરાંત અન્ય હસ્તીઓમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, ગીતકાર જાવેદ અખ્તર, અભિનેતા શત્રુઘ્ન સિન્હા, ઋચા ચઢ્ઢા અને અમુક નામ શામેલ હતા. સ્વરા ભાસ્કરે મમતા બેનર્જીને કહ્યુ કે આ રુમમાં સહુ કોઈ પોતાનુ કામ કરી રહ્યુ છે. આમાં મોટા પ્રતિષ્ઠિત લોકો છે જેમણે કલા પર પોતાનુ જીવન વ્યતીત કર્યુ છે. પરંતુ તેમછતાં પણ આ દેશમાં હવે યુવા લોકોના એક સમૂહે વર્તમાન ભાજપ સરકાર સામે પ્રતિરોધ કરવા માટે પોતાનો જીવ અને રોજગાર જોખમમાં મૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X