કંગના રનૌતને બીજાનું કામ ચોરીને ઉંઘ કેવી રીતે આવે છેઃ મણિકર્ણિકાના અસલી ડિરેક્ટર કૃષ
મણિકર્ણિકાના અસલી ડિરેક્ટર કૃષે પહેલી વાર ફિલ્મ મામલે પોતાનું મૌન તોડ્યું છે. કૃષે કહ્યું કે ભલે કંગના એવું કહેતી હોય કે તેમણે આખી ફિલ્મ બીજી વખત શૂટ કરી હોય, પરંતુ સચ્ચાઈ છે કે કંગનાએ માત્ર 30 ટકા ફિલ્મ બીજી વખત શૂટ કરી છે.
કૃષનું કહેવું છે કે પહેલા હાફમાં કંગનાની એન્ટ્રી અને એક ગીત છે જે મેં શૂટ નથી કર્યું અને બીજા હાફમાં કેટલાક સીન નવેસરથી શૂટ કરાયા છે. આ ઉપરાંત કંગનાએ માત્ર ફિલ્મના મહત્વના પાત્રને નાનું કરી નાખ્યું છે, જેથી ફિલ્મમાં માત્ર તે જ દેખાય.
ફિલ્મમાં કંગના રનૌતનું નામ કૃષ પહેલા આવે છે. આ મામલે પણ કૃષે કહ્યું કે મને નથી ખબર કે આટલા લોકોનું કામ પોતાના નામે બતાવ્યા બાદ કંગનાને ઉંઘ કેવી રીતે આવે છે. તે આટલી સહેલાઈથી ઉંઘ કેવી રીતે આવે છે. કૃષે કહ્યું કે કંગના હંમેશા મારી સાથે ખરાબ રીતે વાત કરતી હતી.
મણિકર્ણિકા ફિલ્મ રિવ્યુઃ કંગનાનો શાનદાર અવતાર, જંગ જીતી પરંતુ ફિલ્મ હારી ગઈ
તેમનું કહેવું છે કે એક દિવસ કંગનાએ મને ફોન કરીને કહ્યું કે ઝી સ્ટુડિયોને મારી ફિલ્મ નથી ગમી રહી. તેઓ કહે છે કે મારી બનાવેલી ફિલ્મ કોઈ ભોજપુરી ફિલ્મ જેવી લાગી રહી છે. મેં હસીને કહ્યું, મારું કામ બધાએ જોયું જ છે. અહીં જાણો કૃષે કેવી રીતે કંગનાનીની ધજ્જિયા ઉડાવી દીધી.

મેં જૂનમાં પૂરી કરી હતી ફિલ્મ
કૃષનું કહેવું છે કે મેં જૂનમાં જ આખી ફિલ્મ પૂરી કરીને ટીમને સોંપી દીધી હતી. બાદમાં હું મારી આગામી ફિલ્મ એનટીઆરની બાયોપિકના કામ માટે હૈદરાબાદ જતો રહ્યો હતો. ત્યારે આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી.

મને પાછો મળવા બોલાવાયો
બાદમાં કંગનાએ મને કહ્યું કે પ્રોડ્યુસર કમલ જૈન મારી ફિલ્મથી ખુશ નથી. અને હું કંગના તેમજ કમલને મળવા પહોંચ્યો. આ દરમિયાન કંગનાએ કહ્યું કે ફિલ્મના કેટલાક ભાગથી તે ખુશ નથી. મેં તેમની વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે આ 6-7 દિવસનું કામ છે. હું ફરીથી કરી લઈશ.

ધીરે ધીરે પ્રોબ્લેમ વધવા લાગ્યો
ધીરે ધીરે કંગનાને દરેક બાબત ખરાબ લાગવા લાગી. હકીકતમાં તે એક ઈનસિક્યોર એક્ટર છે. તેમને લાગતું હતું કે દરેકનો રોલ ઝાંસીની રાણી જેટલો મહત્વનો નથી એટલે હું બાકીના રોલ નાના કરી નાખું.

મેં સ્પષ્ટ ના પાડી દીધી.
મે કંગનાની ડિમાન્ડ પૂરી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. મારા મતે ઝાંસીની રાણીની લડાઈ એ તમામ લોકો સાથે જ સંપૂર્ણ હતી. તે એકલા જીતના હિરો નહોતા, પરંતુ કંગના બાકીના એક્ટર્સના પ્રભાવશળી રોલથી ડરી ગઈ હતી.

સૌથી મોટી મુશ્કેલી સૌનૂ સૂદ
કંગનાની સૌથી મોટી મુશ્કેલી સોનુ સૂદ હતા. તેમનું માનવું હતું કે સોનુનું પાત્ર વધુ ફૂટેજ ખાઈ રહ્યું છે. એટલે તેઓ સોનુના પાત્રને ઈન્ટરવલમાં જ મારી નાખવા ઈચ્છતી હતી, જે ઈતિહાસ કરતા વિરુદ્ધ હતું.

સોનુએ મારો સંપર્ક કર્યો.
કંગના અને તેમની ટીમને સોનુને આ બદલાવ સાથે શૂટ કરવા કહ્યું. સોનુએ મને વાત કરી તો મેં ના પાડીને કહ્યું કે હવે હું એ ફિલ્મનો ભાગ નથી. બાદમાં સોનુએ ફિલ્મ છોડી દીધી. તેમના 100 મિનિટના રોલને કાપીને 60 મિનિટો કરી દેવાયો.

કંગના મારું માન નહોતી જાળવતી
કંગનાએ મારા કામને ક્યારે માન ન આપ્યું. તે હંમેશા કહેતી હતી કે મેં શૂટ કરેલી ફિલ્મ કોઈ ભોજપુરી ફિલ્મ જેવી લાગી રહ છે. મને બીજી વખત શૂટ કરવા માટે પણ ન કહેવાયું. મને કહેવામાં આવ્યું કે વધુ કામ નથઈ કંગના સંભાળી લેશે.

ફક્ત ક્રેડિટ લેવામાં ઉસ્તાદ
કૃષે કહ્યું કે કંગના ક્રેડિટ લેવામાં હોંશિયાર છે. જ્યારે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું ત્યારે તેમાં ડિરેક્ટર તરીકે મારું નામ હતું. બાદમાં ટીઝરમાં મારું નામ બદલીને રાધા કૃષ્ણ જગલરામુદી કરી નાખવામાં આવ્યું. હું પોતે ક્યારેય આ નામ નથી વાપરતો.

લોકોએ અધવચ્ચે જ છોડી ફિલ્મ
સોનુએ ફિલ્મ છોડી ત્યારે તેમની પત્નીનું પાત્ર ભજવતી સ્વાતિ સોમવાલે પણ ફિલ્મ છોડી દીધી હતી. કંગનાને ફક્ત સોનુના પ્રભાવશાળી પાત્રથી જ પ્રોબ્લેમ હતો. પરંતુ ફિલ્મમાં તેમનું પાત્ર એટલું સારુ હતું કે હું તેને અડવા જ નહોતો માગતો.

સત્ય સામે છે
હવે કંગનાએ કેવી ફિલ્મ બનાવી છે તે લોકોની સામે છે. લોકો જોઈને જ તેમની ક્ષમતા જાણી શકે છે.