For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પોલીસગિરી જોઈ હિબકે ચડ્યાં માન્યતા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જુલાઈ : આગામી 5મી જુલાઈના રોજ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરી દસ્તક આપનાર છે. આ ફિલ્મને ચાર-ચાર શિફ્ટમાં કામ કરી સંજયે પૂર્ણ કરી હતી જેલ જતા અગાઉ. તેથી આ ફિલ્મ માટે સંજય દત્ત તથા તેમના પરિવારના ઇમોશન શું છે, તે બાબતનો આપ અંદાજો લગાવી શકો છે. ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ ચુક્યું છે કે જેને જોવા સંજયના પત્ની માન્યતા દત્તા પહોંચ્યા હતાં. ફિલ્મ જોતાં-જોતાં તેમણે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દીધો અને હિબકે ચડી ગયાં. તેમને જોઈ તેમની આસપાસના લોકો પણ લાગણીશીલ બની ગયા હતાં.

નોંધનીય છે કે 5મી જુલાઈના રોજ રિલીઝ થતી પોલીસગિરી ફિલ્મનું પ્રમોશન સંજૂ બાબાનો સમગ્ર પરિવાર કરી રહ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત સાથે બૉલીવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ અને પ્રકાશ રાજ છે. મુંબઇયા સ્ટાઇલની આ ફિલ્મના દિગ્દર્શક કે એસ રવિકુમાર છે કે જેઓ સંજય દત્તથી બહુ જ પ્રભાવિત છે. તેમણે દરેક પ્રમોશનલ ઇવેંટમાં વારંવાર જણાવ્યું છે કે સંજય દત્ત ફિલ્મના હીરો છે. જેલ જતા અગાઉ તેમની ઇચ્છા હતી કે તેમની આ ફિલ્મનો સો કરોડ ક્લબમાં સમાવેશ થાય.

આવો જોઇએ લાગણીશીલ માન્યતા દત્તની તસવીરો :

લાગણીશીલ બન્યાં માન્યતા

લાગણીશીલ બન્યાં માન્યતા

સંજય દત્ત હાલ જેલમાં છે. તેમની ગેરહાજરીમાં પોલીસગિરી ફિલ્મ જોઈ તેમના પત્ની માન્યતા દત્ત લાગણીશીલ બની ગયા હતાં.

બાળકોએ પણ જોઈ પપ્પાની ફિલ્મ

બાળકોએ પણ જોઈ પપ્પાની ફિલ્મ

પોલીસગિરી ફિલ્મ જોવા માટે સંજય દત્તના સંતાનો પણ આવ્યા હતાં.

સંજૂને ફિલ્મ બતાવવા પ્રયત્નો

સંજૂને ફિલ્મ બતાવવા પ્રયત્નો

પોલીસગિરી ફિલ્મના નિર્માતા રાહુલ અગ્રવાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. છતાં તેમનું કહેવું છે કે તેમને ખબર છે કે જેલમાં કેદીઓને એક ફિલ્મ બતાવાય છે. તેથી અમારા પ્રયત્નો છે કે આ એક ફિલ્મ સંજૂની ફિલ્મ પોલીસગિરી જ કેમ ન હોઈ શકે. જો સાચે જ એવું થાય, તો આ પોતાનામાં એક રોચક અને સુંદર બાબત હશે.

પરિવાર સાથે સંજય

પરિવાર સાથે સંજય

આ તસવીર સંજય દત્ત જેલ જતા અગાઉની છે કે જેમાં તેઓ માન્યતા અને બંને બાળકો સાથે ખુશખુશાલ જણાય છે.

English summary
Manyata dutt is looking very Emotional after Watching 'Policegiri' . Sanjay Dutt's twins watch 'Policegiri' with their mom Manyata.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X