NO CLASH: ડિસેમ્બરમાં બોક્સ ઓફિસ પર નહીં થાય ફિલ્મી ટક્કર
ડિસેમ્બરમાં બોક્સ ઓફિસની સૌથી મોટી ખબર હતી કે હેટ સ્ટોરી 3 અને મસ્તીઝાદે ફિલ્મની રિલીઝ ક્લેશ તેમજ બાજીરાવ મસ્તાની અને દિલવાલે ફિલ્મની રિલીઝ ક્લેશ. અને આ ખબરના કારણે ફેન્સ ઘણાં દુખી હતા. કારણ કે બે એડલ્ટ ફિલ્મો એકસાથે અને બે સુપરસ્ટાર ફિલ્મ એકસાથે. આ ચારેયમાંથી એક પણ ફિલ્મ ફેન્સ મીસ નહોતા કરવા માંગતા.
હવે ફેન્સ થોડો રાહતનો શ્વાસ લઇ શકે છે. કારણ કે 4 ડિસેમ્બરે મસ્તીઝાદે અને હેટ સ્ટોરી 3ની રિલીઝ ક્લેશ હવે નથી રહી. બંને ફિલ્મની ઓડિયન્સ એક જ હતી અને તેના કારણે ફિલ્મની કમાણી પર અસર પડી શક્તી હતી.
અને બસ એટલે જ હેટ સ્ટોરી 3ના પ્રોડ્યુસર ભૂષણ કુમારના કહેવા પર મસ્તીઝાદેના પ્રોડ્યુસર પ્રિતીશ નંદીએ સની લિયોન અભિનીત ફિલ્મ મસ્તીઝાદેની રિલીઝ ડેટ જાન્યુઆરીમાં કરી દીધી છે. અને એટલે હવે 4 ડીસેમ્બરના રોજ ફેન્સ હેટ સ્ટોરી 3 આરામથી જોઇ શકે છે. આમ, પણ ફિલ્મના ગીતો અને પ્રોમો માટે લોકોમાં ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
અહીં જુઓ હેટસ્ટોરી 3ની કેટલીક તસવીરો કે જેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

ટ્રેલરથી ધમાકો
ફિલ્મે પોતાના ટ્રેલરથી જ ધમાકો કરી દીધો હતો. 2 મિનીટ 42 સેકન્ડના ટ્રેલરમાં બોલ્ડ સીન્સની ભરમાર હતી.

રસપ્રદ સ્ટોરી
પાછલી બંને ફિલ્મની જેમ ફિલ્મનું ટ્રેલર બોલ્ડ છે. પરંતુ આ વખતે ફિલ્મની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે.

હીટ સોન્ગ્સ
ફિલ્મના ગીતો અને ટ્રેલરમાં બોલ્ડ સીન્સની ભરમાર છે, પણ ગીતો એટલા જ સારા છે.

સુપરહૉટ
ફિલ્મમાં એકસમયે સલમાન ખાન સાથે કામ કરનાર અભિનેત્રીઓ ડેઝી શાહ અને ઝરીન ખાને જબરજસ્ત બોલ્ડ સીન્સ આપ્યા છે.

કરન સિંહ ગ્રોવર
ફિલ્મની USP કરન સિંહ ગ્રોવર છે. ઇમરાન હાશ્મી બાદ બોલીવુડના તેઓ સેકન્ડ મેલ સેક્સ સિંબલ છે.

સેક્સ પર નો સેન્સર
અંધાધુધ સેક્સ અને બોલ્ડ સીન્સથી ભરપુર આ ફિલ્મના ટ્રેલર અને પ્રોમોને સેન્સર બોર્ડે કેવી રીતે પરમીશન આપી દીધી તે કોઇની પણ સમજ બહાર છે.

ઝરીન ખાન
ઝરીન ખાને સલમાન ખાન સાથે કામ કર્યું છે, અને સલમાનના મિત્રોમાંથી એક છે. ઝરીન પોતાની પહેલી ફિલ્મમાં રાજકુમારી બની હતી..જ્યારે આ ફિલ્મમાં તેનો અંદાજ.....

ડેઝી શાહ
તો ડેઝી શાહ પણ સલમાન સાથે કામ કરી ચૂકી છે, સાથે જ બિગ બોસની ઓપનીંગમાં પણ જોવા મળી હતી.

પ્રમોશન-સલમાન
પોતાના નજીકના મિત્રોની ફિલ્મો સલમાન પ્રમોટ કરતા હોય છે, પણ આ ફિલ્મ માટે સલમાન પણ અવઢવમાં હશે.

A છે તો ઠીક છે
સલમાને હાલમાં જ કહ્યું હતુ કે જ્યાં સુધી ફિલ્મ પાસે A સર્ટીફીકેટ છે, ત્યાં સુધી બધુ ઠીક છે.












Click it and Unblock the Notifications
