Pics : શરમન સાથે રોમાંસ કરી ડેબ્યુ કરશે મીરા ચોપરા

મુંબઈ, 23 જુલાઈ : સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના બહેન મીરા ચોપરા પણ વિક્રમ ભટ્ટની આવનાર ફિલ્મ 1920ની ત્રીજી આવૃત્તિમાં કામ કરી રહ્યાં છે કે જેમાં તેમને અપૉઝિટ શરમન જોશી હશે. ફિલ્મનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થઈ રહ્યું છે. તેનું શૂટિંગ લંડનમાં થશે.

ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટે 2008માં 1920 ફિલ્મ બનાવી હતી અને હવે તેઓ તેનો ત્રીજો ભાગ બનાવવા જઈ રહ્યાં છે. મીરા ચોપરા આ ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. શરમન જોશી બૉલીવુડમાં ખાસ ઓળખ ધરાવે છે. તેઓ આમિર ખાન તેમજ માધવન સાથેની હિટ ફિલ્મ થ્રી ઇડિયટનો ભાગ હતાં. ઉપરાંત શરમન ગોલમાલ સહિત ઘણી સફળ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે, પરંતુ તેમને સોલો હીરો તરીકે ખાસ સફળતા મળી નથી.

બીજી બાજુ સિસ્ટર ઑફ પ્રિયંકા ચોપરા એટલે કે મીરા ચોપરા તામિળ તેમજ તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. પોતાની પ્રથમ ફિલ્મ અનબે અયૂઆરમાં મીરાએ સાથુના સુપરસ્ટાર સૂર્યા સાથે કામ કર્યુ હતું કે જે મોટી હિટ હતી. ફિલ્મની સફળતા બાદ તેમને ઓળખ મળી હતી.

આવો તસવીરો સાથે જાણીએ મીરા ચોપરા અંગે :

સાઉથમાં હિટ મીરા

સાઉથમાં હિટ મીરા

ફિલ્મ અભિનેત્રી મીરા ચોપરા શરમન જોશી સાથે બૉલીવુડ પ્રવેશ કરી રહ્યાં છે. અગાઉ તેઓ તામિળ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે અને સફળ પણ રહ્યાં છે.

ભટ્ટ કૅમ્પ સાથે

ભટ્ટ કૅમ્પ સાથે

મીરા ચોપરા ભટ્ટ કૅમ્પ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. 1920ની ત્રીજી સિક્વલમાં મીરા ચોપરા આવી રહ્યાં છે.

મિશિગન યુનિવર્સિટી

મિશિગન યુનિવર્સિટી

મીરા ચોપરાએ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ફિલ્મો પહેલા તેઓ એનડીટીવી માટે કામ કરતા હતાં.

પ્રિયંકા-પરિણીતીના પિતરાઈ

પ્રિયંકા-પરિણીતીના પિતરાઈ

મીરા ફૅશન સ્ટૉર્મ કમ્પનીના પાર્ટનર તેમજ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાના પિતરાઈ બહન પણ છે.

પ્રથમ ફિલ્મ સૂર્યા સાથે

પ્રથમ ફિલ્મ સૂર્યા સાથે

મીરાએ પોતાની પ્રથમ ફિલ્મ અનબે અયૂઆરમાં સાઉથના સુપર સ્ટાર સૂર્યા સાથે કામ કર્યુ હતું અને ફિલ્મ હિટ રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X