Video : પાકિસ્તાનમાં શું કરે છે બૉલીવુડના દબંગ?
મુંબઈ, 6 ઑગસ્ટ : બૉલીવુડના દબંગ સલમાન ખાન પાકિસ્તાન તો નથી પહોંચી ગયાં? સાંભળતા વિચિત્ર લાગે છે, પણ હકીકત એ છે કે આજકાલ પાકિસ્તાનના માર્ગો ઉપર સલમાન ખાનનો ડુપ્લિકેટ ફરી રહ્યો છે. તે સમ્પૂર્ણ રીતે સલમાન ખાનની જેમ જ લાગે છે. તેનું હાલવું-ચાલવું, ઉઠવું-બેસવું અને બોલવું-ચાલવું બધુ સલમાન જેવાં જ છે.

તેથી જ હવે સલમાનનો આ ડુપ્લિકેટ સલમાન ખાનની જેમ ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા માંગે છે. તેનો ઉદ્દેશ છે કે કરોડોની કમાણી કરનાર સલમાન ખાનની જેમ કરોડો તો નહિં, પણ ડુપ્લિકેટ તરીકે થોડાંક પૈસા તો કમાવી લે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ પાકિસ્તાનના સિયાલકોટમાં હસનૈન સલીમ નામનો એક યુવાન છે કે જે આબેહૂબ સલમાન ખાન જેવો જ લાગે છે. તેની બૉડી તેમજ હૅર સ્ટાઇલ પણ સલ્લુ મિયા જેવી છે.
પોતે સલમાન જેવો લાગતો હોવાના કારણે હસનૈને પોતાનું એક વીડિયો બનાવડાવ્યું કે જે આજકાલ યુટ્યુબ ઉપર બહુ લોકપ્રિય થઈ રહ્યું છે. સલમાનના નિકટવર્તીઓ તેને પાકિસ્તાનનો સલમાન કહે છે. તે જે માર્ગો ઉપરથી પસાર થાય છે, ત્યાં લોકોની ભીડ એકત્ર થઈ જાય છે અને ટ્રાફિક જામ થઈ જાય છે. છોકરાઓ જ નહિં, છોકરીઓ પણ હસનૈન સલીમ સાથે તસવીરો પડાવવા આતુર થઈ જાય છે.
હસનૈન પોતાની આ લોકપ્રિયતા વટાવવોની કોશિશમાં લાગી ગયો છે. તેથી તે પાકિસ્તાની ફિલ્મ દિગ્દર્શકોના ઘરોના ચક્કર લગાવી રહ્યો છે, પણ તેણે અત્યાર સુધી સલમાન ખાન સાથે સમ્પર્ક સાધ્યો નથી. કદાચ સલમાન ખાન સાથે તે સમ્પર્ક સાધે, તો સલમાને પોતાના માટે બૉડી ડબલ શોધવાની જરૂર નહિં પડે.
<center><iframe width="480" height="360" src="//www.youtube.com/embed/lCb77TdpPco" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
