Pics : મેઘના બની મોદી ઘેલી, કરાવ્યું ન્યુડ ફોટોશૂટ
મુંબઈ, 10 ફેબ્રુઆરી : બૉલીવુડ સામાન્ય રીતે ભારતીય રાજકારણ સાથે પ્રેમ અને મિત્રતા ધરાવતું રહ્યું છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાના ગ્લૅમર દ્વારા નેતાઓ માટે ભીડ એકત્ર કરતાં જોવામાં આવતાં હોય છે. શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની, નવજોત સિંહ સિદ્ધૂ અને સ્મૃતિ ઈરાની ઑલરેડી ભાજપમાં છે અને પક્ષ માટે પ્રચાર કરે છે. ઘણી વખત રાજકીય નેતાઓ બૉલીવુડમાંથી સપોર્ટ મેળવતાં હોય છે. તાજેતરમાં જ સલમાન ખાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પતંગ ચગાવતાં નજરે પડ્યા હતાં.
બૉલીવુડ-રાજકારણના આવા જોડાણ વચ્ચે બૉલીવુડ અભિનેત્રી મેઘના પટેલે એક ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે. મેઘનાએ આ ફોટોશૂટ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા અંગે પોતાનો ટેકો વ્યક્ત કરવા માટે કરાવ્યું છે. મેઘના પટેલે ન્યુડ થઈ નરેન્દ્ર મોદીની ભાજપના નિશાન કમળ સાથેની તસવીરો હાથમાં લઈ આ ફોટોશૂટ કરાવ્યું છે. મેઘના કહે છે - નરેન્દ્ર મોદી આજના માણસ છે. નરેન્દ્ર મોદી વીરતાનો અવતાર છે કે જેઓ લાખો લોકોના હૃદયમાં વસે છે.
ચાલો તસવીરોમાં જોઇએ મેઘના પટેલનું નરેન્દ્ર મોદી માટે કરાયેલું ફોટોશૂટ :

મેઘનાનું ન્યુડ ફોટોશૂટ
મોદી માટે મેઘનાનું ન્યુડ ફોટોશૂટમોદીની ભાજપના નિશાન કમળ સાથેની તસવીરો હાથમાં લઈ આ ફોટોશૂટ કરાવ્યું છે.

કમળ વચ્ચે મેઘના
રાજકારણમાં બૉલીવુડનો ફાળો લાંબાગાળાનો અને મોટો છે. મેઘના પટેલે કમળના પુષ્પો વચ્ચે ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યું છે. મેઘના આ ફોટોશૂટ દરમિયાન પોતાને એક્સપોઝ કરી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીને? એ સમજવું થોડુંક મુશ્કેલ છે.

મોદી બનાવશે પાવરફુલ ઇન્ડિયા
મેઘના કહે છે - નરેન્દ્ર મોદી ભારતને ભ્રષ્ટાચાર, આર્થિક અવ્યવસ્થામાંથી મુક્ત કરાવી પાવરફુલ બનાવશે. નરેન્દ્ર મોદી જેવી ક્ષમતા બીજા કોઈ રાજકારણીમાં નથી.

સૌથી લોકપ્રિય મોદી
મેઘનાએ જણાવ્યું - નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણના સૌથી લોકપ્રિય વ્યક્તિ છે અને તેઓ વિકાસના પ્રણેતા છે. તેમણે ગુજરાતમાં વિકાસ કરી બતાવ્યો છે.

વી લવ યૂ મિ. મોદી
મેઘનાએ જણાવ્યું - લોકો ભારતની 21મી સદી શ્રેષ્ઠ બનાવવા માટે નરેન્દ્ર મોદીને વોટ કરશે. વી ઑલ લવ યૂ મિ. મોદી.












Click it and Unblock the Notifications
