Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાજીદ ખાનની હરકતો પર શર્મિંદા છું: ફરહાન અખ્તર

ફરહાન અખ્તર બોલિવૂડના એવા કલાકારોમાં આવે છે જેઓ બેધડક કોઈ પણ વિષય પર પોતાના સ્પષ્ટ વિચારો રજુ કરે છે.

ફરહાન અખ્તર બોલિવૂડના એવા કલાકારોમાં આવે છે જેઓ બેધડક કોઈ પણ વિષય પર પોતાના સ્પષ્ટ વિચારો રજુ કરે છે. આ વખતે તેમને પોતાના પિતરાઈ ભાઈ સાજીદ ખાન પર લાગેલા સેક્સુઅલ હેરેસમેન્ટ આરોપો પર વાત કરી. તેમને કહ્યું કે આ ખુબ જ દુઃખદ છે અને તેઓ જાણી જ નહીં શક્યા કે આવું ક્યારે થયું. જો મને તેના વિશે જાણ હોત તો તેઓ આ વાત સામે લાવી ચુક્યા હોત.

ફરહાન અખ્તરે કહ્યું કે જયારે તમારા પરિવાર સાથે આવું કંઈક થાય છે, ત્યારે તમે પોતાને કંઈક વધારે જ અપરાધ બોધ અનુભવ કરો છો, જેની સજા ફક્ત માફી માંગવાથી પુરી નથી થતી. પરંતુ આ મામલો અદાલત સુધી જવો જ જોઈએ.

આ પણ વાંચો: પ્રિયંકાનો આરોપ- બિકીની પહેરીને આવી તો સાજીદે પેન્ટ ખોલ્યું

તેમને એવું પણ કહ્યું કે તેઓ ખુબ જ શર્મિંદા છે કે સાજીદે આ પ્રકારની હરકત કરી અને બધું ખબર હોવા છતાં પણ હું કંઈક નહીં કહું તો સૌથી મોટો ઢોંગ હશે.

મહિલાએ સાજીદ પર ખુબ જ મોડેથી આરોપ લગાવ્યો તેના વિશે ફરહાને કહ્યું કે તે મહિલાનો નિર્ણય છે કે તેઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ક્યારે ખુલાસો કરે છે, પછી તે ખુલાસો 10 વર્ષ પછી કરે કે 20 વર્ષ પછી તેની પોતાની મરજી છે.

આ પણ વાંચો: પૂર્વ મિસ ઈન્ડિયા: ગેટ ખોલતા જ નવાઝુદ્દીને મને જકડી લીધી અને પછી...

સાજીદ ખાન પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આરોપ લગાવી ચુકી છે

સાજીદે કહ્યું કે હું ઉતેજીત નહીં થાઉં તો દર્શકો કેવી રીતે થશે

સાજીદે કહ્યું કે હું ઉતેજીત નહીં થાઉં તો દર્શકો કેવી રીતે થશે

પ્રિયંકા બોસે પોતાની મી ટુ સ્ટોરી શેર કરતા જણાવ્યું કે સાજીદે મને ઓડિશન માટે બોલાવી અને મારી સામે સોફા પર બેસીને પોતાની અંગ દબાવવા લાગ્યો. ત્યારપછી સાજીદે કહ્યું કે તને જોઈને મને જ કઈ નથી થઇ રહ્યું તો દર્શકોને ઉતેજીત કઈ રીતે કરી શકીશ.

ઓડિશન માટે ઘરે બોલાવી

ઓડિશન માટે ઘરે બોલાવી

અભિનેત્રી સિમરન સુરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાજીદ ખાને ફિલ્મ હિમ્મતવાલાના ઓડિશન માટે તેને બોલાવી હતી. હું જયારે જણાવવામાં આવેલા એડ્રેસ પર પહોંચી ત્યારે મેં જોયું કે તેને મને પોતાના ઘરે બોલાવી છે. હું તે જોઈને હેરાન હતી કારણકે મને લાગ્યું હતું કે આ પ્રોફેશનલ મિટિંગ હશે. સાજીદ ખાને મને કપડાં ઉતારવા માટે કહ્યું. સાજીદ ખાને કહ્યું કે તું તારા કપડાં ઉતાર, હું તારી બોડી જોવા માંગુ છું. મેં તેનો વિરોધ કર્યો.

દીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'

દીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'

સાજિદ ખાનની ફિલ્મ ‘હે બેબી' માં કેમિયો કરનારી દીયા મિર્ઝાએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે એના આ વર્તનથી વાકેફ હતી. દીયાએ કહ્યુ, ‘હું ઘણી હેરાન હતી. હું માનુ છુ કે સાજિદ ખરાબ, ખૂબ જ સેક્સિસ્ટ અને ઢીઢ હતા. મારા માટે આ બધા ખુલાસા ચોંકાવનારા છે. મે ક્યારેય કાર્યસ્થળ પર આવા સંબંધોને સમય નથી આપ્યો.' દીયાએ કહ્યુ કે સાજિદના ખરાબ વર્તન વિશે જાણતી હતી પરંતુ તેને ખબર નહોતી કે તે લાઈન ક્રોસ કરી જશે.

સલોની પાસે બિકીનીમાં તસવીરો માગતો સાજિદ

સલોની પાસે બિકીનીમાં તસવીરો માગતો સાજિદ

સલોની જણાવે છે કે સાજિદ ખાને એમને નોકરી પર રાખી લીધા અને કામ શરૂ થતા જ અજીબ સમયે કામ માટે ફોન કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદ એમને પૂછતા હતા કે તેણે શું પહેર્યું છે અને બિકીનીમાં તસવીરોની ડિમાન્ડ કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદે તેને મેન્ટલ અને ઈમોશનલ ટોર્ચર કરતા હતા. સાજિદ એને કહેતો હતો કે તે એટલી સેક્સી નથી કે એક્ટ્રેસ બની શકે. સલોનીએ જણાવ્યું કે સાજિદ પોતાના પ્રાઈવેટ પાર્ટ વિશે એને જણાવતો હતો અને અડવા માટે કહેતો તો. સલોનીએ કહ્યું કે મહિનાઓ સુધી સાજિદે આવા પ્રકારનં શોષણ કર્યું.

બિપાશા બાસુએ પણ સાજીદના વર્તન પર સવાલ ઉઠાવ્યો

બિપાશા બાસુએ પણ સાજીદના વર્તન પર સવાલ ઉઠાવ્યો

અભિનેત્રી બિપાશા બાસુ એ પણ તનુશ્રી દત્તાના વખાણ કરતા ટવિટ કરીને લખ્યું હતું કે તેને કારણે આજે ઘણી મહિલાઓને યૌન ઉત્પીડન પર બોલવાની હિમ્મત મળી છે. બિપાશાના ટવિટ પર જયારે એક યુઝરે સાજીદ ખાન પર બોલવા માટે કહ્યું ત્યારે બિપાશા બાસુએ ખુલાસો કર્યો કે સેટ પર સાજીદ ખાનનો વ્યવહાર ખુબ જ ખરાબ રહેતો હતો. બિપાશાએ આગળ કહ્યું કે હું ખુશ છું કે મહિલાઓ તેમની સાથે થઇ રહેલા ઉત્પીડન પર બોલી રહી છે પરંતુ મારી સાથે આવું ક્યારેય પણ નથી થયું.

મંદાના કરીમી

મંદાના કરીમી

બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમીએ ખુદ સાથે થયેલ યૌન ઉત્પીડનનો ખુલાસો કર્યો છે. મંદાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સાજિદ ખાને મને 2014માં હમશક્લમાં એક રોલ ઑફર કર્યો હતો. એમણે મને પોતાની ઑફિસમાં બોલાવી અને કપડાં ઉતારી દેખાડવા માટે કહ્યું. સાજિદની આ ડિમાન્ડે મને હેરાન કરી મૂકી હતી. આ સમયે મારી મેનેજર પણ ત્યાં હાજર હતી. બાદમાં અમે બંને ત્યાંથી તુરંત નીકળી ગઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X