‘બેડરૂમ બહાર સેક્સ ઍલાર્મ લગાવી બાળ જાતિય શોષણ કરતાં માયકલ’

લૉસ એંજલ્સ, 4 જુલાઈ : જાણીતા પૉસ સિંગર માયકલ જૅક્સનના મોત બાદ પણ વિવાદો સાથે તેમનો નાતો ખતમ નથી થયો. આ વખતે નૃત્ય દિગ્દર્શક વેડ રૉબસને માયકલ જૅક્સન સામે આરોપ લગાવ્યો છે કે તેઓ બાળકોનું જાતિય શોષણ કરતી વખતે બેડરૂમની બહાર ઍલાર્મ લગાવી લેતા હતાં કે જેથી તેઓ ઝડપાઈ ન જાય.

michael-jackson

વેડ રૉબસને જૅક્સન વિરુદ્ધ 2005માં જાતિય શોષણના ખટલા દરમિયાન શોષણ કર્યાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તાજેતરમાં જ તેમણે જૅક્સનની સમ્પત્તિમાં ભાગની માંગ કરી માયકલ જૅક્સન સામે આરોપ લગાવ્યો કે 1990માં જ્યારે તેમની ઉમર 7 વર્ષની હતી, ત્યારે માયકલ જૅક્સને તેમનું જાતિય શોષણ કર્યુ હતું.

નોંધનીય છે કે નૃત્ય દિગ્દર્શક વેડ રૉબસનની ઉંમર હાલમાં 30 વરસ છે. રૉબસને સુધારેલી ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ માયકલ જૅક્સનના રૂમની 30 ફુટની પરિધમાં આવતો, ઍલાર્મ તેને સંકેત આપી દેતો. રૉબસને જણાવ્યું કે માયકલે પોતાના બેડરૂમના દરવાજે ડૂ નોટ ડિસ્ટર્બનો બોર્ડ પણ મૂકાવ્યો હતો. ઉપરાંત રૉબસને એવો દાવો પણ કર્યો છે કે તેઓ અનેક વાર માયકલ સાથે તેમના બેડરૂમમાં સુઈ ચુક્યાં છે અને તે દરમિયાન જૅક્સન તેમને બ્લ્યુ ફિલ્મ બતાવતા હતાં.

રૉબસનના જણાવ્યા મુજબ હૉલીવુડ પૉપ ગાયક માયકલ જૅક્સને તેમને જણાવ્યુ હતું કે તેઓ એક-બીજા સાથે પ્રેમ કરે છે, પણ કોઈ તેમની વાત નહિં સમજે અને તેમને મોઢું બંધ રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે 2005માં તેમણે જૅક્સનના પક્ષે એટલા માટે ગવાહી આપી હતી, કારણ કે ગાયકે તેમનું બ્રેનવૉશ કરી નાંખ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X