'શું નાની ઉંમરનો લાઈફ પાર્ટનર છેતરતો નથી વ્યક્તિને?' મિલિંદે આપ્યો શાનદાર જવાબ
એક ઈન્ટરવ્યુ ચર્ચામાં છે જેમાં મિલિંદે સંબંધો અને તેમાં છેતરપિંડીના મહત્વને સમજાવ્યુ છે.
Bollywood Hindi News: ઉંમર વધુ હોવા છતાં પણ પોતાની ફિટનેસ માટે ફેમસ બૉલિવુડ અભિનેતા મિલિંદ સોમને 2018માં બીજા લગ્ન કર્યા. તેમની બીજી પત્ની અંકિતા કોંવર તેમના કરતા 26 વર્ષ નાની છે જેના કારણે મિલિંદની પર્સનલ લાઈફ હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. થોડા દિવસો પહેલા જ તેમણે એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ જેના પર જોરદાર હોબાળો પણ થયો. હવે તેમનો એક ઈન્ટરવ્યુ ચર્ચામાં છે જેમાં મિલિંદે સંબંધો અને તેમાં છેતરપિંડીના મહત્વને સમજાવ્યુ છે.

શું હતો સવાલ?
મિલિંદ સોમને (Milind Soman)ને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે શું કોઈ એક વ્યક્તિની જીવનસાથી વધુ નાની ઉંમરી હોય, તો લૉયલ રહેવાના ચાન્સ વધુ હોય છે? આના પર મિલિંદે કહ્યુ કે કોઈ પણ વ્યક્તિ ત્યારે જ છેતરે જ્યારે તેને ઈમોશનલ સપોર્ટ ન મળે. બીજુ ચીટિંગ એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમારા માટે એ સંબંધ કેટલુ મહત્વ ધરાવે છે. કોઈ પણ રિલેશનશિપનો અર્થ માત્ર સેક્સ નથી હોતો.

પાર્ટનર વચ્ચે આત્મીયતા જરૂરી
મિલિંદના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિના જીવનાં રિલેશનશિપનુ મહત્વ વધુ હોય છે. બંને પાર્ટનર વચ્ચે આત્મીયતા જરૂરી છે. આ ઉપરાંત તે બંનેએ દરેક વાત શેર કરવી જોઈએ, એ પણ એક મહત્વનુ પાંસુ છે. તેમણે કહ્યુ કે આ બધુ તમારા રિલેશનમાં ન હોય તો સમજી લો કે તમે ખોટા સંબંધમાં છો. મિલિંદના આ ઈન્ટરવ્યુ બહુ છવાઈ ગયો. આના પર પત્ની અંકિતાએ પણ પ્રતિક્રિયા આપી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ કે મને ખબર નથી કે સવાલ શું હતો પરંતુ તેનો જવાબ એકદમ લૉજિકલ છે.

પત્નીએ પાડ્યો હતો ન્યૂડ ફોટો
મિલિંદની ફિટનેસના લાખે દિવાના છે. પીએમ મોદીએ પણ એક કાર્યક્રમમાં તેમની પ્રશંસા કરી હતી. હાલમાં જ મિલિંદે ગોવાના બીચ પર એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ હતુ. તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો. આ ફોટને તેમની પત્નીએ પાડ્યો હતો. ત્યારબાદ ગોવા પોલિસે મિલિંદ સામે અશ્લીલતા ફેલાવવાના આરોપમાં કેસ નોંધ્યો. જો કે બાદમાં સફાઈ આપતા મિલિંદે કહ્યુ કે ન્યૂડ માનવી શું હોય છે? આપણને સૌએ ભગવાને જ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
