Pics : સન્ની-મિનીષા એક-બીજા સાથે કરશે ઢિશુમ-ઢિશુમ
મુંબઈ, 23 જુલાઈ : સાંભળીને વિચિત્ર લાગ્યુ ને, પણ આ સાચુ જ છે કે સન્ની લિયોન અને સેક્સી બેબ મિનીષા લાંબા એક સાથે પડદા ઉપર ઢિશુમ-ઢિશુમ કરતાં નજરે પડશે. હા જી, બંને જ હૉટ અભિનેત્રીઓ દેવાંગ ધોળકિયાની ફિલ્મ ટીના ઔર લોલોમાં સાથે કામ કરી રહ્યાં છે.
પોતાની ફિલ્મ અંગે માહિતી આપતાં દેવાંગે જણાવ્યું કે તેમની ફિલ્મ એડલ્ટ નહિં, પણ એક્શન મૂવી હશે. ભલે તેમની ફિલ્મમાં સન્ની લિયોન છે, પણ ફિલ્મમાં એડલ્ટ સીન્સ નહિં, બલ્કે અક્શન દૃશ્યો હશે. ફિલ્મની વાર્તા સ્ત્રી પ્રધાન છે કે જે સન્નીને ફિલ્મી દુનિયામાં એક નવી ઇમેજમાં કેદ કરશે. ફિલ્મ જોયા બાદ લોકોનો અભિપ્રાય સન્ની લિયોન વિશે બદલાઈ જશે, તો બીજી બાજુ ફિલ્મમાં મિનીષા લાંબાનો પણ મહત્વનો રોલ છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થઈ જશે.
એમ પણ જાણવા મળે છે કે ફિલ્મમાં સન્ની-મિનીષાનું એક લિપલૉક સીન પણ છે. ફિલ્મમાં બંને એક-બીજા સાથે ઢિશુમ-ઢિશુમ કરતાં નજરે પડશે. ટીના ઔર લોલો સન્ની લિયોન કરતાં મિનીષા લાંબાના કૅરિયર માટે વધુ મહત્વ ધરાવે છે, કારણ કે ઘણા સમયથી તેમને કોઈ સફળતા મળી નથી.

સન્ની-મિનીષા બન્યાં ટીના-લોલો
પોર્ન સ્ટાર સન્ની લિયોન તેમજ હૉટ બેબ મિનીષા લાંબા દેવાંગ ધોળકિયાની ફિલ્મ ટીના ઔર લોલોમાં સાથે આવી રહ્યાં છે.

મિનીષા માટે મહત્વની ફિલ્મ
સન્ની લિયોન કરતાં મિનીષા લાંબા માટે આ ફિલ્મ વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેમને ઘણા સમયથી કોઈ સફળતા મળી નથી.

એક્શનમાં સેક્સનો તડકો
ભલે દેવાંગ કહે કે ફિલ્મ એક્શન પ્રધાન છે, પણ સન્ની-મિનીષના હૉટ અંદાજો જરૂર જોવા મળશે ફિલ્મમાં.

સન્ની-મિનીષા વચ્ચે સ્પર્ધા
ફિલ્મી પંડિતોની માનીએ તો ફિલ્મમાં સન્ની-મિનીષા વચ્ચે અંગ પ્રદર્શન માટે સ્પર્ધા ચોક્કસ થશે.

મહિલા પ્રધાન ફિલ્મ
દેવાંગ કહે છે કે ફિલ્મ મહિલા પ્રધાન છે અને તેનું શૂટિંગ આવતા મહીને શરૂ થશે.












Click it and Unblock the Notifications
