pics : મિસ યુનિવર્સની ફાઇનલ આજે, શિલ્પા બનશે શિલ્પી?
લાસ વેગાસ, 19 ડિસેમ્બર : આજે ફરી એક વાર ભારત માટે ઇતિહાસ દોહરાવી શકાય છે. આજે મિસ યુનિવર્સ 2012ની ફાઇનલ છે કે જેના કારણે સૌ ભારતીયો પોતાના દેશના સુંદરી શિલ્પા સિંહ ઉપર મીટ માંડીને બેઠા છે. બિહારના સમસ્તીપુર જિલ્લાના સિંધિયા પ્રખંડના વિષ્ણુપુર ડીહા ગામના વતની શિલ્પા શું મિસ યુનિવર્સ સ્પર્ધા સાચે જ પોતાનું નામ સાર્થક કરી ભારતીય સૌંદર્યના શિલ્પી બની શકશે?
શિલ્પા ઉપર મીટ માંડીને બેઠેલા સૌ ભારતીયોને લાગે છે કે મિસ યુનિવર્સનો ખિતાબ ફરી એક વાર ભારતના ખાતે આવશે. શિલ્પા સિંહની પસંદગી રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા આઈ એમ શી વડે થઈ છે. શિલ્પા સિંહ મિસ યુનિવર્સ 2012માં ડિઝાઇનર અર્જુન કપૂર તથા અંજલિ દ્વારા તૈયાર કરાયેલ પોશાક પહેરશે. શિલ્પા સિંહનું પ્રાથમિક શિક્ષણ મુજફ્ફરપુર, જમશેદપુર તથા રાંચી ખાતે થયું છે, પરંતુ પછી તેમણે પિતાએ સ્થળાંતર કરતાં મુંબઈ આવવું પડ્યું.
મુંબઈની એસવીકેએમ યુનિવર્સિટીમાંથી કૉમ્પ્યુટર સાઇંસમાં બીટેક કર્યા બાદ શિલ્પા ઇન્ફૉસિસ કમ્પનીમાં એંજીનિયર બની ગયાં, પરંતુ સૌંદર્ય સ્પર્ધા પ્રત્યે લગાવના કારણે આજે શિલ્પા સિંહ ઇન્ફૉસિસમાંથી નિકળી મિસ યુનિવર્સિટી સ્પર્ધામાં જઈ પહોંચ્યાં છે. શિલ્પા સિંહને કુકિંગ, બાસ્કેટ બૉલ તથા તરવાનો ખૂબ શોખ છે અને તેમના માટે તેમના જીવનમાં સૌથી વધુ મહત્વની વ્યક્તિ છે તેમના પપ્પા. દરેક ભારતીય ઊપરવાળા પાસે દુઆ કરી રહ્યો છે કે ફરી એક વાર બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ ભારત આવે. આપણે પણ દુઆ કરીએ કે શિલ્પા ભારતીય સૌંદર્યના શિલ્પી સાબિત થાય. વનઇન્ડિયા પરિવાર પણ શિલ્પાને બેસ્ટ ઑફ લક કહે છે.
આવો આપને બતાવીએ શિલ્પા સિંહની મનમોહક તસવીરો.

શિલ્પા બનશે શિલ્પી?
શિલ્પા સિંહનો જન્મ બિહારના નાનકડા ગામે થયો છે.

શિલ્પા બનશે શિલ્પી?
શિલ્પાએ મુજફ્ફરપુર, જમશેદપુર તથા રાંચી ખાતે પ્રાથમિક શિક્ષણ લીધું છે.

શિલ્પા બનશે શિલ્પી?
પપ્પાનું ટ્રાંસફર થતાં શિલ્પાએ મુંબઈ આવવું પડ્યું.

શિલ્પા બનશે શિલ્પી?
મુંબઈમાં તેમણે એસવીકેએમ યુનિવર્સિટીમાંથી કૉમ્પ્યુટર સાયંસમાં બીટેક કર્યું છે.

શિલ્પા બનશે શિલ્પી?
શિલ્પા ઇન્ફૉસિસ કમ્પની ખાતે એંજીનિયર છે.

શિલ્પા બનશે શિલ્પી?
સૌંદર્ય સ્પર્ધા પ્રત્યે લગાવના કારણે આજે શિલ્પા સિંહ ઇન્ફૉસિસમાંથી નિકળી મિસ યુનિવર્સિ સ્પર્ધામાં જઈ પહોંચ્યાં છે.

શિલ્પા બનશે શિલ્પી?
શિલ્પા સિંહને કુકિંગ, બાસ્કેટ બૉલ તથા તરવાનો ખૂબ શોખ છે.

શિલ્પા બનશે શિલ્પી?
તેમના માટે જીવનમાં સૌથી મહત્વની વ્યક્તિ તેમના પપ્પા છે.

શિલ્પા બનશે શિલ્પી?
શિલ્પાની સફળતા માટે આખો દેશ દુઆ કરે છે.

શિલ્પા બનશે શિલ્પી?
વનઇન્ડિયા પરિવાર પણ શિલ્પાને બેસ્ટ ઑફ લક કહે છે.












Click it and Unblock the Notifications
