ત્રેસઠના થયાં મિથુન દા, ક્યારેય નથી ઉજવતાં જન્મ દિવસ
મુંબઈ, 17 જૂન : બૉલીવુડ અભિનેતા અને ડિસ્કો ડાન્સર તરીકે જાણીતાં મિથુન ચક્રવર્તી 63 વર્ષના થઈ ગયાં છે. 1976માં મૃણાલ સેન દિગ્દર્શિત મૃગયા ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર આજે પણ બૉલીવુડમાં સક્રિય છે, પરંતુ મહત્વની બાબત એ છે કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય પોતાનો જન્મ દિવસ ઉજવ્યો નથી.

16મી જૂન, 1950ના રોજ કોલકાતા ખાતે જન્મેલા મિથુન ચક્રવર્તી પ્રતિભાશાળી અભિનેતા હોવાની સાથે-સાથે શ્રેષ્ઠ ડાન્સર પણ છે. ફિલ્મ જગતની અંદર અને બહાર મિથુનના ફૅન્સની સંખ્યા બહુ મોટી છે. તેઓ ક્યારેય પોતાનો જન્મ દિવસ નથી ઉજવતાં. અહીં સુધી કે તેમણે પોતાના પરિવારને પણ તેમના જન્મ દિવસે કોઈ જ ઝાકઝમાણ નહિં કરવાનું કહી રાખ્યું છે.
મિથુનના પુત્ર મહાઅક્ષય ઉર્ફે મિમોહ પિતાના આ વલણથી ખૂબ જ નિરાશ થાય છે. ગઈકાલે મિથુનનો જન્મ દિવસ હતો અને મિથુન બિગ બૉસ બાંગ્લાનું શૂટિંગ કરી રહ્યા હતાં. મિમોહ કહે છે - પપ્પાએ અમને ક્યારેય પોતાનો જન્મ દિવસ ઉજવવા નથી દીધો. બિગ બૉસ બાંગ્લાની ટીમ પણ રવિવારે સેટ ઉપર મિથુનનો જન્મ દિવસ ઉજવવા અને કેક કાપવા ઉત્સાહિત હતી, પણ મિથુને તેમને આવું ન કરવાનો આગ્રહ કર્યો અને ઉજવણી ન કરી શકાઈ.












Click it and Unblock the Notifications
