મૌની રૉય પતિ સૂરજ સાથે કડવા ચોથ પર થઈ રોમેન્ટીક, શેર કરી ઈંટિમેટ મૂમેન્ટ્સ

આ કડવા ચોથ પર મૌનીએ પોતાના પતિ સૂરજ નાંબિયાર સાથે અમુક રોમેન્ટીક ફોટા શેર કર્યા છે.

કોરોના કાળ બાદ આ વર્ષે કડવા ચોથની રોનક કંઈક અલગ જ જોવા મળી. આ વખતે ઘણી સેલેબ્સ જોડીઓએ પહેલી વાર કડવા ચોથ સેલિબ્રેટ કર્યુ. જેમાં કેટરીના કૈફ, મૌની રૉય, શ્રદ્ધા આર્યાનુ નામ સામેલ છે. મૌની રૉયનુ પણ આ વખતે લગ્ન પછી પહેલુ કડવા ચોથનુ વ્રત હતુ. જેને તેણે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવ્યુ. આ પ્રસંગે મૌની રૉયે ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ કડવા ચોથ પર મૌનીએ પોતાના પતિ સૂરજ નાંબિયાર સાથે અમુક રોમેન્ટીક ફોટા શેર કર્યા છે.

પહેલા કડવા ચોથ પર રોમેન્ટીક થઈ મૌની રૉય

પહેલા કડવા ચોથ પર રોમેન્ટીક થઈ મૌની રૉય

બૉલિવુડ એક્ટ્રેસ મૌની રૉયે આ વર્ષે જાન્યુઆરીમાં તેના લાંબા સમયના બૉયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા ત્યારથી તે દરેક તહેવાર પર સોશિયલ મીડિયા પર સૂરજ સાથેના ખાસ ફોટા શેર કરતી રહે છે. આ વખતે મૌની પ્રથમ કડવા ચોથને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. મૌનીએ સૌથી પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહેંદી સાથેના તેના કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં તેની સુંદર મહેંદી દેખાઈ રહી હતી.

ક્રીમ કલરની સાડીમાં વરસાવ્યો કહેર

ક્રીમ કલરની સાડીમાં વરસાવ્યો કહેર

આ પછી મૌની રૉયે મોડી રાતે ઇન્સ્ટાગ્રામ પર કડવા ચોથની ઉજવણીની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે મૌની રૉયે તેની પ્રથમ કડવા ચોથ પર ક્રીમ કલરની સાડી પહેરી હતી. આ સાથે તેણે લાલ રંગની બંગડી પહેરી હતી જે તેના દેખાવને કમ્પ્લીટ લુક આપી રહી હતી. મૌનીએ સાડી સાથે હેર બન બનાવ્યુ હતુ અને તેમાં લાલ ગુલાબ લગાવ્યા હતા. જે તેની હેર સ્ટાઇલને એક અલગ લુક આપી રહ્યા હતા.

પતિ સૂરજે મૌનીને કરી કિસ

આ ડ્રેસિંગ સ્ટાઈલમાં મૌની ખૂબ જ સુંદર લાગી રહી હતી. મૌની રૉયે કડવા ચોથના અવસર પર પોતાની અને તેના પતિની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક ફોટોમાં પતિ સૂરજ નાંબિયાર તેની પત્ની મૌની રૉયને પ્રેમથી કિસ કરતો જોવા મળે છે. તેના આ ફોટો પર ચાહકોએ જોરદાર કોમેન્ટ કરી છે. આ ખાસ તસવીર પર ઘણા લોકોએ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે.

મૌનીએ કર્યા ચાંદના દીદાર

મૌનીએ કર્યા ચાંદના દીદાર

મૌનીએ તેના પતિ સૂરજ અને ચાંદને પરંપરાગત શૈલીમાં ચાળણી સાથે બતાવ્યા. મૌની સાથે સૂરજ પણ પ્રથમ કડવા ચોથને લઈને ઉત્સાહિત જોવા મળ્યો હતો. મૌનીએ તેના ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ- માય હેપ્પી પ્લેસ. ટીવી જગતની 'નાગિન'થી લઈને બૉલિવુડ સુધી જાણીતી અભિનેત્રી મૌની રૉય ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે જાણીતી છે.

સૂરજના જન્મદિવસ પર મૌનીએ કર્યુ હતુ લિપલૉક

સૂરજના જન્મદિવસ પર મૌનીએ કર્યુ હતુ લિપલૉક

મૌની રૉય માત્ર તેના ટ્રેન્ડી ફેશનેબલ લુકથી ચાહકોને ખુશ કરતી નથી પણ તે તેના પતિ સાથેના રોમાંસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા મૌની રૉયે પતિ સૂરજ નાંબિયારના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. ફોટોમાં મૌની રૉય સૂરજ નાંબિયારને લિપલૉક કરતી જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X