બાવન વર્ષનો થયો મિ. ઇન્ડિયા અનિલ કપૂર

અમદાનાદ, 24 ડિસેમ્બર : આજે બૉલીવુડના મિ. ઇન્ડિયા એટલે કે અનિલ કપૂરે 52મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. મુંછાળા અનિલ કપૂરનો દરેક અંદાજ આજેય લોકો પસંદ કરે છે. તેઓ એક બહેતરીન કલાકાર, મજેદાર ડાંસર, શાનદાર હોસ્ટ, કૅરિંગ હસબૅન્ડ અને લવિંગ પાપા છે. જીવનની દરેક ઉંચાઇઓ સ્પર્શનાર અભિનેતા અનિલ કપૂરે પોતાના જીવનના 30 વર્ષ હિન્દી સિનેમાને આપ્યાં છે અને આજેય તેઓ સક્રિય છે.

Anil Kapoor

જાણીતા ફિલ્મ નિર્માતા સુરેન્દ્ર કપૂરના બીજા નંબરના પુત્ર અનિલ કપૂરનો જન્મ મુંબઈ ખાતે જ થયો. સુનીતા કપૂર સાથે લગ્ન કરનાર અનિલ કપૂરના ત્રણ સંતાનો છે. વિકીપીડિયાની માનીએ તો અનિલ કપૂરે ઉમેશ મહેરાની હમારે તુમ્હારે (1979) ફિલ્મ દ્વારા એક સહાયક અભિનેતા તરીકે બૉલીવુડની સફર શરૂ કરી હતી. હમ પાંચ (1980) અને શક્તિ (1982) ફિલ્મોમાં સામાન્ય ભૂમિકાઓ બાદ અનિલને 1983માં વો સાત દિન ફિલ્મમાં લીડ રોલ મળ્યો અને તેઓએ એક ઉત્કૃષ્ટ અને સ્વાભાવિક પ્રદર્શન કર્યું.

અનિલ કપૂરે પછી ટૉલીવુડમાં અભિનય કરવાની કોશિશ કરી અને તેલુગુ ફિલ્મ વમ્સાવૃક્ષં તથા મણિરત્નમની પ્રથમ કન્નડ ફિલ્મ પલ્લવી અનુપલ્લવી કરી. પછી તેમણે યશ ચોપરાની મશાલમાં શ્રેષ્ઠ અભિનય કર્યો અને દિલીપ કુમાર સામે પોતાનું કૌશલ્ય દાખવ્યું. મેરી જંગ (1985) જેવી ફિલ્મમાં ન્યાય માટે લડતાં એક નારાજ યુવકની ભૂમિકા કરનાર અનિલે પોતાને પરિપક્વ અભિનેતા તરીકે સ્થાપ્યાં. ઉપરાંત અનિલ કપૂરે કર્મા, મિસ્ટર ઇન્ડિયા, તેઝા, રામ લખન, તાલ, સ્મલડૉગ મિલિયોનિયર વેલકમ, બીવી નંબર વન જેવી ફિલ્મો કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X