'એ સીન ન કરી શકવા પર શાહિદે મને કહ્યુ - મને થોડી વાર માટે પોતાનો એક્સ સમજી લે'
શાહિદ કપૂર અને અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં પોતાની નવી ફિલ્મ જર્સીને લઈને ચર્ચામાં છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં પોતાની નવી ફિલ્મ જર્સીને લઈને ચર્ચામાં છે. 31 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી જર્સીમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર પહેલી વાર સાથે જોવા મળશે. એવામાં મૃણાલ અને શાહિદ કપૂર ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયાછે. મૃણાલે ફિલ્મ પ્રમોશન દરમિયાન શૂટિંગના અમુક ભાગને યાદ કર્યા છે. તેમણે જણાવ્યુ કે કેવી રીતે એક સીનમાં શાહિદે તેની મદદ કરી હતી.

શાહિદે કહ્યુ હતુ મને પોતાનો એક્સ સમજી લે
એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટવ્યુમાં મૃણાલ ઠાકુરે જણાવ્યુ છે કે ફિલ્મના અમુક સીનના શૂટિંગમાં તે બિલકુલ પણ સહજ નહોતી થઈ શકતી. ત્યારબાદ શાહિદે તેની મદદ કરી. ઠાકુરે જણાવ્યુ કે એક સીનમાં તેણે શાહિદને થપ્પડ મારવાની હતી જેને તે બરાબર નહોતી કરી શકતી. આના પર શાહિદે તેને કહ્યુ કે તે બેધડક તેને મારે. શાહિદે મૃણાલને કહ્યુ કે તે તેને થોડી વાર માટે પોતાનો એક્સ બૉયફ્રેન્ડ સમજી લે, જેનાથી સરળતાથી તેનો હાથ ઉઠી જશે.

કોરોનાને જણાવ્યુ ફિલ્મો માટે સારુ
મૃણાલનુ કહેવુ છે કે કોરોનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નુકશાનની વાત થઈ રહી છે પરંતુ તેને લાગે છે કે કોવિડથી ફિલ્મોને ફાયદો થયોછે. મહામારી બાદ દર્શકોએ સારા કન્ટેન્ટવાળી ફિલ્મો પસંદ કરવાનુ શરુ કરી દીધુ છે. પોતાની ફિલ્મ જર્સી વિશે તેણે કહ્યુ કે પહેલી વાર આ રીતનો રોલ તેણે કર્યો છે માટે તે ખૂબ એક્સાઈટેડ છે.

તેલુગુ ફિલ્મની હિંદી રિમેક છે આ ફિલ્મ
જર્સી તેલુગુની સુપરહિટ ફિલ્મની હિંદી રિમેક છે. આ ફિલ્મ એક એવા વ્યક્તિની કહાની છે જેને છ વર્ષનો દીકરો છે. તે ફરિથી ક્રિકેટ રમવાનુ શરુ કરે છે કારણકે તેને માત્ર એ જ આવડે છે. ફિલ્મનુ નિર્દેશન ગૌતમે કર્યુ છે.

જર્સીના ટ્રેલરના ગીતો કરવામાં આવી રહ્યા છે પસંદ
શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર અને પંકજ કપૂરની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ જર્સીનુ ટ્રેલર થોડા સમય પહેલા રિલીઝ થયુ છે. ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મના જે ગીત રિલીઝ થયા છે તે પણ દર્શકોને ગમ્યા છે.આ એક સ્પોર્ટસ ડ્રામા છે જેમાં એક ક્રિકેટરની સ્ટ્રગલને બતાવવામાં આવી છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર શાહિદની પત્નીની ભૂમિકામાં છે. ફિલ્મ 31 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
