ફરીથી કાનૂની પેચમાં ફસાયા સલમાન ખાન, પત્રકારે ફાઈલ કરાવ્યો ગંભીર બાબતોમાં કેસ
સલમાન ખાન એક વાર ફરીથી કાનૂની મુસીબતમાં ફસાવાના છે. એક વરિષ્ઠ પત્રકારે તેમની સામે મુંબઈના અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ ફાઈલ કરાવી છે.
સલમાન ખાન એક વાર ફરીથી કાનૂની મુસીબતમાં ફસાવાના છે. એક વરિષ્ઠ પત્રકારે તેમની સામે મુંબઈની અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ ફાઈલ કરાવી છે. પત્રકારનું નામ અશોક પાંડે છે. પત્રકારના વકીલ નીરજ ગુપ્તાએ જણાવ્યુ કે સલમાન ખાન સામે લૂંટફાટ, મારપીટ, ગુનાહિત ગતિવિધિ અને ધમકી આપવાની બાબતોમાં ફરિયાદ ફાઈલ કરાવવામાં આવી છે.

તેમણે જણાવ્યુ કે સલમાન ખાન સામે ભારતીય દંડ સંહિતાની કલમો 323, 392, 426 અને 506 હેઠળ ફરિયાદ ફાઈલ કરાવવામાં આવી છે. આ વર્ષે એપ્રિલના મહિનામાં અશોક પાંડેએ સલમાન પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે તેનો ફોન છીનવી લીધો હતો.
Mumbai: A criminal complaint has been filed against actor Salman Khan by one Ashok Pandey before Metropolitan Magistrate Court, Andheri, for robbery, assault, criminal mischief & criminal intimidation.
— ANI (@ANI) 25 June 2019
પત્રકારનું કહેવુ હતુ કે જ્યારે તેમણે સલમાનને જોયા હતા ત્યારે તેમના બૉડીગાર્ડની અનુમતિ લીધા બાદ તેમણે અભિનેતાના ફોટા પાડવાના શરૂ કર્યા હતા. સલમાનને આ વાત ન ગમી અને ત્યાં વિવાદ શરૂ થઈ ગયો. અશોકનું કહેવુ હતુ કે સલમાન ખાનના બૉડીગાર્ડે તેમના અને તેમના કેમેરામેન સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. 12 જુલાઈના રોજ આ કેસની સુનાવણી થઈ શકે છે.












Click it and Unblock the Notifications
