હિટ એન્ડ રન કેસ : સલમાનને રાહત, ફરીથી થશે આખી સુનાવણી
મુંબઈ, 5 ડિસેમ્બર : બૉલીવુડના દબંગ સલમાન ખાન સામે ચાલતા હિટ એન્ડ રન કેસની સુનવણી 23મી ડિસેમ્બરના રોજ ફરીથી કરવામાં આવશે. મુંબઈની સત્ર અદાલતે સલમાન ખાનના વકીલોની અરજી મંજૂર કરી લીધી છે. અરજીમાં માંગણી કરાઈ હતી કે આખી સુનવણી ફરીથી કરાવવામાં આવે. એટલે કે પુનઃ એક વાર સાક્ષીઓ તથા સબૂતોને કોર્ટમાં રજૂ કરવામાં આવે.

નોંધનીય છે કે સલમાન ખાન સામે આરોપ છે કે તેમણે 2002માં મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં ફુટપાથ પર સૂતા લોકો ઉપર પોતાની ગાડી ચઢાવી દીધી હતી કે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને ચારને ઈજા પહોંચી હતી. મુંબઈની એક સત્ર અદાલતે 2002ના આ હિટ એન્ડ રન કેસમાં સલમાન વિરુદ્ધ નવેસરથી સુનાવણીના આદેશો આપ્યાં છે.












Click it and Unblock the Notifications
