ડ્રગ્ઝ કેસઃ હવે અર્જૂન રામપાલના ઘરે NCBએ પાડી રેડ
સોમવારે એનસીબીની ટીમે અર્જૂન રામપાલે મુંબઈ સ્થિત ઘરે રેડ પાડી છે.
નવી દિલ્લીઃ સુશાંત સુસાઈડ કેસની તપાસ દરમિયાન ડ્રગ્ઝનો એંગલ સામે આવ્યો હતો. ત્યારબાદ જ્યારે તપાસ આગળ વધી તો બૉલિવુડના ડ્રગ્ઝ રેકેટનો ખુલાસો થયો. જેમાં ઘણા સ્ટાર્સના નામ આવ્યા. આમાં હવે એક નામ અભિનેતા અર્જૂન રામપાલનુ પણ જોડાઈ ગયુ છે. સોમવારે એનસીબીની ટીમે અર્જૂન રામપાલે મુંબઈ સ્થિત ઘરે રેડ પાડી છે. આ દરમિયાન એનસીબીને ત્યાંથી શું મળ્યુ, એ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.

હજુ ગયા સપ્તાહે એનસીબીએ અર્જૂનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમોટ્રિએડ્ઝના ભાઈ અગિસિલાઓસ ડેમેટ્રેએડ્ઝને ધર્મા પ્રોડક્શન્સના પૂર્વ નિર્માતા ક્ષિતિજ પ્રસાદ સાથે કેસ નંબર 24/20માં ધરપકડ કરી છે. બંનેને એક કોકેન સપ્લાયર ઓમેગા ગૉડવિન સાથે લિંક હતી. આ પહેલા અગિસિલાઓસ ડેમેટ્રિએડ્ઝ અને ક્ષિતિજ પ્રસાદને કેસ નંબર 16/20માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અર્જૂન રામપાલના ઘરે રેડ પાડવામાં આવી છે.
નડિયાદવાલાની પત્નીની ધરપકડ
એનસીબીની ટીમે મુંબઈમાં ડ્રગ્ઝ રેકેટ સાથે સંબંધિત ખૂફિયા સૂચના મળી હતી. ત્યારબાદ શનિવારે અને રવિવારે મલાડ, અંધેરી, લોખંડવાલા, ખારઘર અને કોપરખેરમાં રેડ પાડવામાં આવી. જેમાં એક ડ્રગ પેડલર એનસીબીના હાથે લાગ્યો. ત્યારબાદ એનસીબીની એક ટીમ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાને ઘરે પહોંચી અને તેમની પત્નીની ધરપકડ કરી. આ પહેલા એનસીબીએ રેડ દરમિયાન ફિરોઝના ઘરેથી ડ્રગ્ઝ જપ્ત કરી હતી.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
