આરાધ્યાને કૅમેરાથી બચાવતાં રહ્યા ઐશ
મુંબઈ, 12 ઑક્ટોબર : બૉલીવુડના આદર્શ વહુ ઐશ્વર્યા રાય ઉપર લાગે છે કે હજી સુધી બૉલીવુડના બૉડીગાર્ડ સલમાન ખાનની ઘણી અસર છે. એટલે જ તો તેઓ પડદા ઉપર નહિં, પણ રીયલ લાઇફમાં બૉડીગાર્ડ બની ગયાં છે. એક કાર્યક્રમ દરમિયાન ઐશ પોતાની પુત્રી આરાધ્યાને લઈને કઈંક વધુ જ અસહજ દેખાતા હતાં. તેઓ વારંવાર પોતાની વ્હાલી શહેજાદીને કૅમરાથી બચાવવાની કોશિશ કરતાં હતાં, જ્યારે તેમની કોશિશ નિષ્ફળ નિવળી, તો તેમણે કહી જ નાંખ્યું કે જે તેમના દિલમાં હતું.

પોતાના મોહક અવાજે ઐશે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ સમજી શકે છે કે મીડિયાના લોકોનું કામ છે તસવીરો ખેંચવી અને બાઇટ લેવી, પણ તેઓ નથી ઇચ્છતા કે અત્યારથી જ તેમની પુત્રી આ તમામ ચીજોનો ભાગ બને. હું પણ એક માતા છું અને દરેક માતા પોતાની બાળખી માટે એવું જ વિચારતી હોય છે. આશા છે કે તમે લોકો મારી વાત સમજતાં હશો. પછી તેમના પુત્રીને ઘેર બેસીને કૅમેરામેનો અને પત્રકારોએ ત્યાંથી જમાવડો હટાવી લીધો.
ઐશે ફિલ્મી દુનિયામાં કમબૅક અંગે જણાવ્યું કે અત્યારે તો આરાધ્યાના કારણે 24 કલાક વ્યસ્ત રહુ છું. જ્યારે પણ કમબૅક કરીશ જરૂર જણાવીશ. ચિંતા ના કરો. હું મીડિયાની પ્રશંસા કરૂ છું, તેની વિરુદ્ધ નથી.
નોંધનીય છે કે ઐશઅભિની પુત્રી આવતા મહીનાની 16મી તારીખે એક વરસની થઈ જશે.












Click it and Unblock the Notifications
