For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મર્ડર 3 : રણદીપની હૉટનેસ સામે નીતૂ પણ પરસેવે રેબઝેબ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 જાન્યુઆરી : ફિલ્મ અભિનેત્રી નીતૂ ચંદ્રા આજકાલ ખૂબ પરેશાન છે. કારણ છે તેમના પ્રેમી રણદીપ હુડાનું ફિલ્મી શેરીઓમાં ચર્ચામાં હોવું. હવે આપ કહેશો કે તેમાં તો પરેશાન થવાની નહીં, પણ ખુશ થવાની વાત છે, પરંતુ નહીં. નીતૂ ખુશ નહીં, પણ પરેશાન છે, કારણ કે રણદીપની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે, કારણ કે તેમણે પોતાની આવનાર ફિલ્મ મર્ડર 3માં આપેલા ઉત્તેજક દૃશ્યોમાં તમામ હદો પાર કરી નાંખી છે.

Randeep-Neetu

સીન્સની હૉટનેસ સામે નીતૂ ચંદ્રા પણ પરસેવે રેબઝેબ થઈ ગયાં છે. આ જ કારણ છે નીતૂની બેચેનીનું. જોકે નીતૂએ પરેશાન ન થવું જોઇએ, કારણ કે રણદીપ હુડાએ જ્યારે સાહબ, બીવી ઔર ગૅંગસ્ટર ફિલ્મ કરી હતી, તેમાં પણ તેમણે અનેક જીવંતતા ધરાવતાં હૉટ સીન્સ આપ્યા હતાં. ખેર કહે છે ને કે ઇશ્ક જ્યારે ખૂબ ઊંડુ થઈ જાય, તો ઈર્ષ્યા પણ વધુ થાય છે. તેથી કદાચ નીતૂ રણદીપ હુડાને બીજી સ્ત્રી સાથે સહન નહીં કરી શકી રહ્યાં.

નોંધનીય છે કે આગામી 15 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનાર ભટ્ટ કૅમ્પની આ ફિલ્મમાં રણદીપ હુડા, અદિતી રાવ હૈદરી અને મોના લિજ્જા એટલે કે સારા લૉરેન લીડ રોલમાં છે. ફિલ્મનું એક ગીત યુટ્યુબ ઉપર હાલ ખૂબ જોવાઈ રહ્યું છે કે જેમાં રણદીપ અને પાકિસ્તાની અભિનેત્રી સારાના ખૂબ હૉટ સીન્સ છે. આ બાબત અંગે પણ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના દિગ્દર્શક વિશેષ ભટ્ટ છે. ભટ્ટ કૅમ્પના સર્વેસર્વા મહેશ ભટ્ટ અગાઉ કહી જ ચુક્યાં છે કે ફિલ્મ મલ્ટી સેક્સ પાર્ટનર રિલેશનની હિમાયત કરે છે.

English summary
Randeep Hooda is looking very hot and bold in Murder 3 so his girl friend Neetu Chandra is not happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X