જબ તક હૈ જાં... પ્રથમ ટ્રેલરે જ મચાવ્યો તહેલકો
મુંબઈ, 21 સપ્ટેમ્બર : યશ ચોપરાની ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. ફિલ્મી કેનવાસ પર પ્રેમને એક નવા અને મોહક સ્વરૂપે વણનાર યશ ચોપરા પાસેથી આ વખતે પણ એક દમદાર લવસ્ટોરીની આશા છે. લાંબાગાળાથી રાહ જોતા લોકોની ઘેલછા તે વખતે જોવા મળી કે જ્યારે યશ ચોપરાની આગામી ફિલ્મ જબ તક હૈ જાં.. ની પ્રથમ ઝલક લોકો વચ્ચે આવી.

જેવું ફિલ્મનું ટ્રેલર ગુરુવારે બપોરે એક વાગ્યે ઑનલાઇન થયું કે લોકો તેને જોવા તુટી પડ્યાં અને માત્ર બે કલાકમાં જ 2 લાખ 30 હજારથી વધુ લોકોએ જબ તક હૈ જાંની પ્રથમ ઝલક યૂ ટ્યૂબ ઉપર જોઈ લીધી.
એક વાત ચોક્કસ છે કે પ્રથમ ઝલકે જ લોકોની ફિલ્મ પ્રત્યેની ઘેલછા વધારી દીધી છે.
ફિલ્મના ટ્રેલરમાં ફરી એક વાર કિંગ ઑફ રોમેન્સ શાહરુખ ખાન બાઇક ઉપર ફરતાં દેખાય છે. ચહેરા ઉપર આછેરી દાઢી અને ફોજી વર્ધીમાં શાહરુખ ખાન ઘણાં સ્માર્ટ દેખાઈ રહ્યાં છે. ફિલ્મમાં પહેલી વાર તેમની હીરોઇન બનેલી કેટરીના કફ કોઈ કયામતથી ઓછી નથી લાગતી, તો અનુષ્કા શર્માનું હુશ્ન સૌની ઉપર ભારે પડી રહ્યું છે. ત્રણેય પાત્રોની સુંદરતા, લંડનના મનમોહક-આકર્ષક નઝારા, એ. આર. રહેમાનનું મધુર સંગીત તેમજ ગુલઝારની હૃદયસ્પર્શી શાયરીએ ફિલ્મના ટ્રેલરને ઘણું રસપ્રદ બનાવી દીધું છે.
હાલ ટ્રેલરે તો પોતાનું કામ કરી નાંખ્યું, હવે જોઇએ કે ફિલ્મ શું કમાલ કરે છે? ફિલ્મ 13મી નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થનાર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ જોયાં બાદ સિનેમા હૉલની બહાર પબ્લિક ખુશીથી ચિચિયારો પાડે છે કે નહિં કે નહીં ભૂલૂંગા મૈં ઇસે... જબ તક હૈ જાં... જબ તક હૈ જાં... જબ તક હૈ જાં....












Click it and Unblock the Notifications
