માતા જ મારી ઓળખ અને મારૂં ગૌરવ : સોનાલી બેન્દ્રે

મુંબઈ, 5 જૂન : અભિનેત્રી સોનાલી બેન્દ્રે કહે છે કે રીયલ લાઇફમાં તેમના માતા તેમના માટે હીરો છે. તેમણે જણાવ્યું કે તેમના માતાએ વધુ શિક્ષિત ન હોવા છતાં તથા મર્યાદિત સગવડો વચ્ચે પણ પોતના ત્રણે પુત્રીઓનો સારો ઉછેર કર્યો અને તેમના આકાશ સ્પર્શવા માટે પંખ આપ્યાં.

sonalibendre

સોનાલીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું - મારા માતાએ પોતાના બાળકો સાથે બહુ સારૂં કામ કર્યું. તેમણે રોજના સંઘર્ષો તથા ખૂબ જ મર્યાદિત આવક છતાં ત્રણે પુત્રીઓનો સારો ઉછેર કર્યો અને વધુ શિક્ષિત ન હોવા છતાં પુત્રીઓને પોતાના સપના પૂર્ણ કરવા પંખ આપ્યાં. તેઓ મારા હીરો છે.

એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવનાર સોનાલી બેન્દ્રેએ જાહેરખબર જગતથી બૉલીવુડ પ્રવેશ કર્યો હતો. પછી તેઓ શાહરુખ ખાન અને આમિર ખાન તથા અજય દેવગણ સાથે સરફરોશ, જખ્મ તથા ડુપ્લિકેટ જેવી ફિલ્મોમાં દેખાયાં. છેલ્લે તેઓ હમ સાથ સાથ હૈં ફિલ્મમાં સલમાન ખાન સાથે દેખાયા હતાં કે જે રાજશ્રી પ્રોડક્શન હેઠળબની હતી. બૉલીવુડમાં સફળતા મેળવવા છતાં સોનાલીએ ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યાં. તેઓ સાડા સાત વર્ષના પુત્રના માતા છે. તેઓ પરિવાર અને કાર્ય વચ્ચે સંતુલન જાળવનાર મહિલાઓનું ખૂબ સન્માન કરે છે.

તેમણે જણાવ્યું - મારી પાસે કામ કરવાની કે ન કરવાની પસંદગી કરવાની સુવિધા છે. તમામ મહિલાઓને આવી પસંદગી મળત નથી અને હું નથી જાણતી કે તેઓ બધુ કેવી રીતે કરી છે. જો મારે બધુ પોતે જ કરવાનું આવે, તો હું નહિં કરી શકું. હું તેવી મહિલાઓનું ખૂબ સન્માન કરુ છું કે જેઓ પોતાના બાળકોને છોડી નોકરી કરે છે, કારણ કે તેમને કરવી પડે છે. તેમની પાસે પસંદગીના વિકલ્પો નથી હોતા. હું એવું ન કરી શકું. સોનાલી બેન્દ્રે ઇચ્છે છે કે કામકાજી મહિલાઓને માતા બનતી વખતે લાંબી મૅટરનિટી લીવ આપવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X