‘આગામી ફિલ્મ શ્રીદેવીની’ : બોનીના ઢગલાબંધ Future Plans

મુંબઈ, 6 જાન્યુઆરી : બૉલીવુડ ફિલ્મ નિર્માતા બોની કપૂર તેવર પછી આગામી ફિલ્મ પત્ની શ્રીદેવી કપૂર સાથે બનાવશે. બોનીની હાલમાં પુત્ર અર્જુન કપૂર સાથે પહેલી ફિલ્મ તેવર આવવાની છે કે જેમાં હીરોઇન સોનાક્ષી સિન્હા છે, પરંતુ બોની તેવર બાદ તરત જ શ્રીદેવી માટે એક ફિલ્મ બનાવશે.

શ્રીદેવીએ 2012માં ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ સાથે બૉલીવુડ કમબૅક કર્યુ હતું. જ્યાં સુધી પતિ બોની સાથે ફિલ્મની વાત હોય, તો બોનીએ શ્રીદેવીને લઈને મિ ઇંડિયા, રૂપ કી રાની ચોરોં કા રાજા અને જુદાઈ જેવી સુપર હિટ ફિલ્મો બનાવી છે.

59 વર્ષીય બોની કપૂરે જણાવ્યું કે તેવર આ શુક્રવારે થિયેટરોમાં આવી રહી છે અને તે પછી તેઓ શ્રીદેવી સાથેની ફિલ્મ પર ફોકસ કરશે. તેમણે જણાવ્યું - મારી તત્કાળ આગામી ફિલ્મ મારી પત્ની સાથે હશે. શ્રીદેવી તેમાં સ્ટાર હશે.

બોનીએ જણાવ્યું કે શ્રીદેવી માટેની આ ફિલ્મ મહિલા કેન્દ્રિત હશે, પરંતુ ઇંગ્લિશ વિંગ્લિશ કરતાં જુદી હશે. તે જુદી શૈલીની હશે. બોનીએ એમ પણ જણાવ્યું કે તેઓ 2005માં રિલીઝ થયેલી નો એન્ટ્રીની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રી ઉપર પણ કામ કરશે.

તેમણે જણાવ્યું કે તેઓ નો એન્ટ્રી મેં એન્ટ્રી સાથે જ અર્જુન કપૂરને લઈને વધુ એક ફિલ્મ બનાવવાનાં છે. તે પછી મિ ઇંડિયાની સિક્વલ પણ બનાવવામાં આવશે. તેમના મગજમાં ઘણી ફિલ્મો છે. જો બધુ સારૂં રહેશે, તો તેઓ તેમના આગામી આયોજનો પાર પાડવાની કોશિશ કરશે.

બોની કપૂરે મોટાભાગે પોતાના પારિવારિક સભ્યો એટલે કે ભાઇઓ અનિલ કપૂર અને સંજય કપૂર તથા પત્ની શ્રીદેવી સાથે ફિલ્મો બનાવી છે. તેવર પહેલી ફિલ્મ છે કે જેમાં તેમના દીકરા અર્જુન કપૂર છે.

આ અંગે બોની કહે છે કે તેવર ફિલ્મનું પાત્ર અને વાર્તા અર્જુન માટે સેટ થતા હતાં. ફિલ્મમાં અર્જુન જેવાની જ જરૂર હતી. એટલે જ તેમણે અર્જુનને લીધાં.

ચાલો હાલ તો આપને બતાવીએ બોની-શ્રીદેવીના અનસીન પિક્સ :

હું છાંયડો બનીશ

હું છાંયડો બનીશ

બોની કપૂર ઉપર છતરી ધરી સાથે ચાલતાં પત્ની શ્રીદેવી. બૉલીવુડના સુંદર અને સુખી યુગલોમાં શ્રીદેવી અને બોની કપૂરની ગણતરી થાય છે.

કાર ભેંટમાં આપી

કાર ભેંટમાં આપી

શ્રીદેવીએ થોડાક વરસ અગાઉ જ પતિ બોની કપૂરને પોર્શે કાર ભેંટમાં આપી હતી.

જૂની તસવીર

જૂની તસવીર

શ્રીદેવી અને બોની કપૂરની જૂની વણજોયેલી તસવીર.

વિવિધ સમારંભોમાં શ્રીદેવી-બોની કપૂર

વિવિધ સમારંભોમાં શ્રીદેવી-બોની કપૂર

બૉલીવુડની વિવિધ ઈવેન્ટ્સમાં શ્રીદેવી અને બોની કપૂર સાથે જ દેખાય છે. અમુક પ્રસંગોમાં તો તેમની બંને પુત્રીઓ પણ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X